દ્વારકામાં 1 કલાકમાં દોઢ ઇંચ, જૂનાગઢ પંથકમાં ધોધમાર, ભાવનગર,જામનગર અમરેલીમાં ધીમીધારે

સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રના હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચુકી છે. રાજકોટ, આટકોટ, ધોરાજી, અમરેલી, જુનાગઢ, જામનગર અને દ્વારકા સહિતનાં શહેરોમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે. દ્વારકામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદથી જ નીચાણવાળા વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા છે. દ્વારકાની બજારોમાં પાણી ફરી વળતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. 
દ્વારકામાં 1 કલાકમાં દોઢ ઇંચ, જૂનાગઢ પંથકમાં ધોધમાર, ભાવનગર,જામનગર અમરેલીમાં ધીમીધારે

રાજકોટ : સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના પગલે સૌરાષ્ટ્રના હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ચુકી છે. રાજકોટ, આટકોટ, ધોરાજી, અમરેલી, જુનાગઢ, જામનગર અને દ્વારકા સહિતનાં શહેરોમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે. દ્વારકામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદથી જ નીચાણવાળા વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા છે. દ્વારકાની બજારોમાં પાણી ફરી વળતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગર પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. 

જૂનાગઢ પંથકમાં વહેલી સવારથી જ 6 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. જુનાગઢમાં 1 ઇંચ, કેશોદમાં 22 મિ.મિ અને મેંદરડામાં 20 મિ.મિ વરસાદ પડ્યો છે. જુનાગઢમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને પણ ખુબ જ મુશ્કેલી પડી હતી. 

આટકોટ અને ધોરાજીમાં પણ વરસાદ નોંધાયો હતો. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદથી કપાસ, મગફળી, તલ, મગ, મઠ, અડદ, મકાઇ સહિતના પાકને નવું જીવન મળ્યું છે. સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદથી ચોમાસુ પાકને ફાયદો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news