સાઉદી અરબમાં કાર ચાલકે મક્કાની મોટી મસ્જિદના દરવાજા પર મારી ટક્કર

સાઉદી અરબના ગ્રાન્ડ મસ્જિદના દરવાજા પર એક કાર ચાલકે પોતાની ગાડીથી ટક્કર મારી દીધી. આ મસ્દિજની અંદર કાબા છે જેની મુસલમાન પ્રદક્ષિણા કરે છે. અહીં પર હજ થાય છે.
 

સાઉદી અરબમાં કાર ચાલકે મક્કાની મોટી મસ્જિદના દરવાજા પર મારી ટક્કર

દુબઈઃ સાઉદી અરબમાં એક વ્યક્તિએ શુક્રવારે મોડી રાત્રે પૂર ઝડપે કાર ચલાવતા મક્કીની મોટી મસ્જિદના બહારના દરવાજા પર ટક્કર મારી હતી. દેશની સરકારી સમાચાર એજન્સીએ આ જાણકારી આપી છે. સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું કે, આ ઘટના શુક્રવારે રાત્રે આશરે 10.30 કલાક આસપાસની છે. વ્યક્તિએ પહેલા પોતાની કારથી ડિવાઇડરને ટક્કર મારી, ત્યારબાદ પણ તે વાહન ચલાવતો રહ્યો અને પછી મસ્જિદના દક્ષિણમાં સ્થિત દ્વાર પર ટક્કર મારી હતી. 

એજન્સી પ્રમાણે અધિકારીઓએ કારમાં સવાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને તેમના પ્રમાણે તેની સ્થિતિ અસામાન્ય લાગી રહી છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો જેમાં સુરક્ષા દળના લોકો ક્ષતિગ્રસ્ત કારને ઘટનાસ્થળેથી હટાવતા જોઈ શકાય છે. કોરોના વાયરસ મહામારીને કારણે બંધ પડેલી મસ્જિદ હાલમાં ખોલવામાં આવી છે. 

— Yusuf Abramjee (@Abramjee) October 31, 2020

મોટી મસ્જિદની અંદર કાબા છે જ્યાં પર મુસ્લિમ નમાજી પાંચેય સમયે નમાઝ અદા કરે છે. હાલ મસ્જિદમાં થોડા લોકોને આવવાની મંજૂરી છે. સરકારી કુરાન ટીવીએ દેખાડ્યું કે કારની ટક્કર દરમિયાન મસ્જિદની અંદર નમાઝ ચાલુ રહી હતી. આ વર્ષે કોરોના વાયરસને કારણે સાઉદી સરકારે ખુબ ઓઝા લોકોને હજની મંજૂરી આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news