અંતરિક્ષમાં ઉપગ્રહોનું રિપેરિંગ થશે સરળ અને સસ્તું, રોબોટ બચાવશે નાણા
અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીના(Cincinaty Professor) પ્રોફેસર ઓઉ માએ જણાવ્યું કે, 'મોટા વાણિજ્યિક ઉપગ્રહ મોંઘા હોય છે. તેઓ ઈંધણ સમાપ્ત થઈ ગયા પછી કામ કરવાનું બંધ કરી લે છે. સૌથી ઉપયોગી ઉપગ્રહ રિપેરિંગ થયા પછી અને કામ પૂરા કરવામાં સક્ષમ હશે.'
Trending Photos
ન્યૂયોર્કઃ અંતરિક્ષમાં(Space) તુટી ગયેલા ઉપગ્રહના(Setellite) રિપેરિંગ માટે માનવને મોકલવો અત્યંત ખર્ચાળ છે. આવી સ્થિતિમાં રોબોટિક(Robot) ઉપગ્રહો પર કામ કરતા સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, રોબોટ (Robot) બીજા ઉપગ્રહ સુધી જઈ શકે છે અને તેનું રિપેરિંગ કરીને તેમાં ઈંધણ પણ ભરી શકે છે.
અમેરિકાની સિનસિનાટી યુનિવર્સિટીના(Cincinaty Professor) પ્રોફેસર ઓઉ માએ જણાવ્યું કે, 'મોટા વાણિજ્યિક ઉપગ્રહ મોંઘા હોય છે. તેઓ ઈંધણ સમાપ્ત થઈ ગયા પછી કામ કરવાનું બંધ કરી લે છે. સૌથી ઉપયોગી ઉપગ્રહ રિપેરિંગ થયા પછી અને કામ પૂરા કરવામાં સક્ષમ હશે.'
પોતાની પ્રયોગશાળામાં(Laboratory) ઓઉ મા અને સિનસિનાટી યુનિવર્સિટીના વરિષ્ઠ સંશોધન સહયોગી અનુપ સથયાન એવું રોબોટિક નેટવર્ક વિકસાવી રહ્યા છે, જે સ્વતંત્ર રીતે કામ કરી શકે છે, પરંતુ એક કોમન ટાસ્ક પર સહયોગ કરી શકે છે.
પોતાની નવી શોધમાં સંશોધનકર્તાઓએ રોબોટના એક ગ્રુપને એક નોવેલ ગેમ સાથે પરીક્ષણ માટે મુક્યા હતા. જે એ ટેબલ પર મુકવામાં આવેલા સ્થળે ટોકનને સ્થાનાંતરિત કરવા માટે સ્ટ્રિંગનો ઉપયોગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે