Russia Ukraine War Live Updates: રશિયા-યુક્રેન યુદ્ધમાં સૌથી મોટા સમાચાર, ખારકીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

રશિયા અને યુક્રેન વચ્ચે જંગ હવે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ચૂકી છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બ વરસાવી રહી છે જ્યારે ખારકિવમાં ભારે સંઘર્ષ ચાલુ છે. આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ મામલે બેઠક બોલાવી છે. એક બાજુ યુદ્ધ ચાલુ છે જ્યારે બીજી બાજુ બંને દેશો વચ્ચે વાતચીત પણ શરૂ થઈ છે. 

Russia Ukraine War Live Updates:   રશિયા-યુક્રેન યુદ્ધમાં સૌથી મોટા સમાચાર, ખારકીવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Russia Ukraine War LIVE Updates: રશિયા અને યુક્રેન વચ્ચે જંગ હવે છઠ્ઠા દિવસમાં પ્રવેશી ચૂકી છે. રશિયાની સેના યુક્રેનની રાજધાની કિવ પર બોમ્બ વરસાવી રહી છે જ્યારે ખારકિવમાં ભારે સંઘર્ષ ચાલુ છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે આગામી 24 કલાક યુક્રેન માટે કપરા છે. રિપોર્ટ્સ મુજબ રશિયાના હુમલામાં યુક્રેનના 352 સામાન્ય નાગરિકોના મોત થયા છે. જેમાં 14 બાળકો પણ સામેલ છે. રશિયન સૈનિકોએ યુક્રેનની રાજધાની કિવને ચારેબાજુથી ઘેરી લીધી છે. હવે કિવ પર કબજાની ફાઈનલ જંગ શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે રશિયન સેનાએ કિવમાં ઘરો પર બોમ્બ વરસાવ્યા છે. કહેવાય છે કે યુક્રેનના ઓખ્તિરકા સૈન્ય બેસ પર રશિયાની સેનાનો મોટો હુમલો થયો છે. આ હુમલામાં 70થી વધુ યુક્રેની સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. 

યુદ્ધમાં એક ભારતીયનું મોત
ભારતીય વિદેશ મંત્રાલયે આપેલી માહિતી પ્રમાણે યુદ્ધગ્રસ્ત યુક્રેનના ખારકીવ શહેરમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. 

— ANI (@ANI) March 1, 2022

ખારકિવમાં થયો મોટો ધડાકો
યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકિવના સિટી કાઉન્સિલ પર રશિયાની સેનાએ હુમલો કર્યો છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં ખારકિવના સેન્ટ્રલ સ્ક્વેર પર એક પ્રશાસનિક બિલ્ડિંગ પાસે એક મોટો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખારકિવમાં ફાયરિંગ પણ થયું છે. 

પીએમ મોદીના મહત્વના નિર્દેશ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકાર ઓપરેશન ગંગા ચલાવી રહી છે. મિશનને તેજ કરવા માટે સરકાર તમામ કવાયતો કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતીય વાયુસેનાને આ મિશનમાં જોડાવવાના આદેશ આપ્યા છે. વાયુસેનાના જહાજોના જોડાયા બાદ ભારતીયોને પાછા લાવવાની કોશિશોમાં તેજી આવશે. આ સાથે જ પરેશાન થઈ રહેલા ભારતીયો સુધી રાહત સામગ્રી પણ પહોંચાડી શકાશે. સૂત્રોના જણાવ્યાં મુજબ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ચાલી રહેલા ઓપરેશન ગંગા માટે ભારતીય વાયુસેના અનેક સી-17 વિમાન તૈનાત કરી શકે છે. 

— ANI (@ANI) March 1, 2022

ઓખ્તિરકામાં મોટો હુમલો
યુક્રેનના ઓખ્તિરકામાં રશિયાની સેનાએ મિલિટ્રી બેસ પર મોટો હુમલો કર્યો છે. રશિયન સેનાના હુમલામાં 70 યુક્રેની સૈનિકોના મોત થયા છે. 

રશિયા સેનાની ટેંક પર પેટ્રોલ બોમ્બથી હુમલો
યુક્રેનના નાગરિકોએ રશિયન સેના પર જવાબી હુમલો કર્યો છે. રશિયાની સેનાની ટેંક પર પેટ્રોલ બોમ્બ પર હુમલો કર્યો છે. 

ખારકિવમાં જોરદાર ધડાકો
રશિયન સેનાના હુમલા સતત ચાલુ છે. આ બધા વચ્ચે યુક્રેનના ખારકિવમાં જોરદાર ધડાકો થયો છે. ધડાકાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 

— Zee News (@ZeeNews) March 1, 2022

રશિયામાં ફિલ્મ રિલીઝ નહીં કરે ડિઝની
ડિઝની કંપનીએ નક્કી કર્યું છે કે તે હવે રશિયામાં પોતાની કોઈ પણ ફિલ્મ રિલીઝ નહીં કરે. 

નોર્થ કોરિયાએ અમેરિકાને ઠેરવ્યું જવાબદાર
યુક્રેન-રશિયા યુદ્ધ પર નોર્થ કોરિયાએ ચૂપ્પી તોડી છે. નોર્થ કોરિયાએ હાલાત માટે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. નોર્થ કોરિયાએ કહ્યું કે પશ્ચિમી દેશોએ રશિયાની યોગ્ય માગણીઓને નજરઅંદાજ કરી. પશ્ચિમી દેશોએ પોતાની તાકાતનો ખોટો ઉપયોગ કર્યો. 

રશિયન મીડિયા પર પ્રતિબંધ
યુક્રેન-રશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગ્લોબલ કંપની મેટાએ મોટી જાહેરાત કરી છે. મેટાએ રશિયાના સરકારી મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે. Meta એ ફેકન્યૂઝ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. 

અમેરિકાએ રશિયાના 12 રાજનયિકોને નિષ્કાસિત કર્યા
આ બાજુ યુક્રેનને જંગમાં ધકેલનારા રશિયા વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલુ છે. પ્રતિબંધો વચ્ચે અમેરિકાએ રશિયાના 12 રાજનયિકોને નિષ્કાસિત કર્યા છે. યુએસએ તેની પાછળ બિન રાજનિયક ગતિવિધિઓનો હવાલો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં રશિયા તરફથી સ્થાયી પ્રતિનિધિ વસીલી નેમ્બેજિયાએ જણાવ્યું કે અમેરિકાએ રશિયાના 12 રાજનયિકોને નિષ્કાશિત કર્યા છે. 

વિશેષાધિકારોના દુરઉપયોગનો આરોપ
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી મિશનના પ્રવક્તા ઓલિવિયા ડાલ્ટને 12 રશિયન રાજનયિકોને નિષ્કાસિત કરવાના નિર્ણય પર કહ્યું કે અમે રશિયન મિશનથી તે 12 લોકોને નિષ્કાશિત કરવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યા છે જેમણે જાસૂસી ગતિવિધિઓમાં સંલિપ્ત રહીને અમેરિકામાં નિવાસના પોતાના વિશેષાધિકારોનો દુરઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું કે જાસૂસી ગતિવિધિઓ અમારી રાષ્ટ્રીય સુરક્ષાને પ્રતિકૂળ છે. અમે આ કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયની સમજૂતિ મુજબ કરી રહ્યા છીએ. આ કાર્યવાહી અનેક મહિનાઓથી ચાલુ છે. 

International Ice Hockey એ રશિયા-બેલારૂસની ટીમને સસ્પેન્ડ કરી
રશિયા પર પ્રતિબંધોનો સિલસિલો  ચાલુ છે. હવે International Ice Hockey Federation Council એ તમામ રશિયન અને બેલારૂસી ટીમ અને ક્લ્બને આગામી નોટિસ સુધી સસ્પેન્ડ કર્યા છે. 

ભારતે યુક્રેનના પડોશી દેશોનો આભાર માન્યો
UNGA  ના 11માં ઈમરજન્સી સત્રમાં યુક્રેન પર યુએન માં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ તિરુમૂર્તિએ કહ્યું કે વિવાદનું શાંતિપૂર્ણ સમાધન ભારતની સતત સ્થિતિ રહી છે. ભારત સરકારનું માનવું છે કે કૂટનીતિના રસ્તે પાછા ફર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. ભભારત યુક્રેનમાં ફસાયેલા નાગરિકોની તત્કાળ વાપસીના પ્રયત્નો કરવા માટે જે પણ કરી શકે છે તે કરે છે. આ મહત્વપૂર્ણ માનવીય જરૂરિયાતને તરત સંબોધિત કરવી જોઈએ. તેમણે કહ્યું કે હું યુક્રેનના તમામ પડોશી દેશોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેમણે અમારા નાગરિકો માટે પોતાની સરહદો ખોલી અને કર્મીઓને સુવિધાઓ આપી. અમે અમારા પડોશી અને વિકાસશીલ દેશોના ફસાયેલા લોકોની મદદ માટે તૈયાર છીએ. 

— ANI (@ANI) March 1, 2022

રશિયાએ કર્યો પોતાનો બચાવ
વૈશ્વિક મંચ પર મોટા અલગાવનો સામનો કરતા રશિયાએ સોમવારે 193 સભ્યોવાળી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સમર્થન મેળવવા માટે એક મહત્વપૂર્ણ પરીક્ષાનો સામનો કરવો પડ્યો. UNGA એ કાલથી એક ઈમરજન્સી વિશેષ સત્રનું આયોજન કર્યું છે. જેમાં યુક્રેન પર રશિયાના હુમલા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર ચર્ચા થઈ. સંયુક્ત રાષ્ટ્રના 77 વર્ષના ઈતિહાસમાં આ 11મી વાર બન્યું છે કે જ્યારે મહાસભાએ આવું ઈમરજન્સી સત્ર બોલાવ્યું છે. આ દરમિયાન સભ્ય દેશોની વારંવાર શાંતિની અપીલ છતાં રશિયાએ પડોશી યુક્રેન પર આક્રમણ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો. આ પ્રસ્તાવ પર બુધવારે મતદાન થવાની શક્યતા છે. પ્રસ્તાવકોને આશા છે કે તેમના પક્ષમાં 100થી વધુ મત પડી શકે છે. જો કે સિરિયા, ચીન, ક્યૂબા, અને ભારત સહિત દેશો દવારા રશિયાનું સમર્થન કે મતદાનથી દૂર રહેવાની શક્યતા છે. 

UNHRC ની બેઠકમાં તટસ્થ રહ્યું ભારત
UNHRC એ યુક્રેન મામલે તત્કાળ બેઠક બોલાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં ભારતે તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો. બેઠકના પક્ષમાં 29 લોકોએ મત આપ્યો જ્યારે 5 લોકોએ વિરુદ્ધમાં અને 13 સભ્યો તટસ્થ રહ્યા. 

જેલેન્સ્કીએ રશિયા માટે તમામ પોર્ટ બંધ કરવાની અપીલ કરી
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ અપીલ કરી છે કે રશિયા માટે દુનિયાના તમામ પોર્ટ અને એરપોર્ટ બંધ કરવામાં આવે. પોતાના તાજા સંદેશમાં જેલેન્સ્કીએ કહ્યું કે વાતચીત બાદ રશિયા તરફથી હુમલા વધુ તેજ કરાયા છે. 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક
યુક્રેનના હાલાત પર સંયુક્ત રાષ્ટ્ર પણ એક્ટિવ મોડમાં છે. સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીની ઈમરજન્સી બેઠક બાદ હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ યુક્રેનના હાલાત પર ફરીથી બેઠક બોલાવી છે. પરિષદ દ્વારા આ જાણકારી અપાઈ છે કે યુક્રેનના પ્રતિનિધિ તરફથી 28 ફેબ્રુઆરીના રોજ અપાયેલા પત્રના એજન્ડા પર આ બેઠક થશે. માનવતાને લઈને બનેલા હાલાત પર ચર્ચા થશે. આ બેઠક સાંજે 3 વાગે પ્રસ્તાવિત છે. 

રશિયાએ કિવ અને ખારકિવમાં બોમ્બ વરસાવ્યા
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બે દિવસ પહેલા જ કિવ પર હુમલા તેજ કરવાના આદેશ આપ્યા હતા. એક રાતની શાંતિ બાદ રશિયાની સેનાએ કિવ અને ખારકિવમાં ભારે બોમ્બવર્ષા કરી. કિવમાં અનેક ધડાકાના અવાજ સંભળાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news