Russia Ukraine War: ઓખતિરકામાં રશિયાએ મિલિટ્રી બેઝ પર કર્યો હુમલો, 70થી વધુ યુક્રેની સૈનિકોના મોત

રશિયાના હુમલામાં 70થી વધુ યુક્રેની જવાનોના મોત થયા છે. આ હુમલો ખારકીવ અને કિવ વચ્ચે આવેલા શહેર ઓખતિરકામાં થયો છે.

Russia Ukraine War: ઓખતિરકામાં રશિયાએ મિલિટ્રી બેઝ પર કર્યો હુમલો, 70થી વધુ યુક્રેની સૈનિકોના મોત

કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં સતત બંને દેશના સૈનિકો અને સામાન્ય લોકોના મોત થઈ રહ્યાં છે. યુદ્ધના છઠ્ઠા દિવસે રશિયાના હુમલામાં યુક્રેનના 70થી વધુ સૈનિકોના મોત થવાના સમાચાર છે. રશિયાની તોપથી યુક્રેનના મિલિટ્રી બેસ પર હુમલો કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં સૈનિકોના મોત થયા છે. 

આ હુમલો ઓખરિરકામાં થયો છે. આ શહેર ખારકીવ અને કિવની વચ્ચે આવું છે. આ હુમલાની જાણકારી ઓખરિરકાના ગવર્નર મિત્રો જિવિત્સકીએ ફેસબુક પર આપી છે. 

આ પહેલાં મંગળવારે ખારકીવના સેન્ટ્રલ ક્વાયરમાં આવેલ પ્રાદેશિક રાજ્ય વહીવટી ભવનને રશિયાની સેનાએ ઉડાવી દીધુ હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર આ હુમલામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા, જેમાં 1 બાળક પણ સામેલ છે. આ હુમલાનો વીડિયો સામે આવ્યો, જેમાં હુમલા બાદ બિલ્ડિંગ તબાહ થતી જોવા મળી છે. હુમલાને કારણે ત્યાં ઉભેલા વાહનોમાં પણ નુકસાન થયું હતું. 

ભારતીય વિદ્યાર્થીનું મોત
યુક્રેન પર રશિયાના હુમલાની સીધી અસર હવે ભારત પર જોવા મળી છે. યુક્રેનમાં ચાલી રહેલાં યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયુ છે. આ વિદ્યાર્થી કર્ણાટકનો રહેવાસી છે. તેનું નામ નવીન હોવાનું સામે આવ્યુ છે. આ મામલાને લઈને ભારત સરકારે યુક્રેન અને રશિયાના રાજદૂતને સમન્સ પાઠવી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news