Luna-25 Crash: રશિયાનું મૂન મિશન ફેલ, ચંદ્રમાની સપાટી સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું લૂના-25

Luna 25 Update: રશિયાના મૂન મિશનને મોટો ઝટકો મળ્યો છે. રવિવારે તેમનું લૂના 25 સ્પેસક્રાફ્ટ ચંદ્રની સપાટી સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું. હાલ તેનો  કોઈ અતોપતો નથી. 

Luna-25 Crash: રશિયાનું મૂન મિશન ફેલ, ચંદ્રમાની સપાટી સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું લૂના-25

રશિયાના અંતરિક્ષ મિશન માટે માઠા સમાચાર છે. રવિવારે રશિયાનું લૂના 25 સ્પેસક્રાફ્ટ ચંદ્ર સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું. હાલ આ લૂના 25ની કોઈ ભાળ મળી રહી નથી. આ જાણકારી રશિયાની સ્પેસ એજન્સી ROSKOSMOS આપી હતી. રશિયાનું આ છેલ્લા 47 વર્ષમાં પહેલું મૂન મિશન હતું. એક દિવસ પહેલા જ Roskosmos એ પ્રી લેન્ડિંગ ઓર્બિટમાં લૂના 25ને મોકલવામાં મુશ્કેલી અંગે જણાવ્યું હતું. Roskosmosએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે સ્પેસક્રાફ્ટ એક અપ્રત્યાશિત કક્ષામાં જતું રહ્યું અને ચંદ્રમાની સપાટી સાથે ટકરાઈને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. 

માનવરહિત યાન લૂના 25 ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાનું હતું. પરંતુ લેન્ડિંગ પહેલા જ કક્ષામાં પ્રવેશ કરતી વખતે થોડી સમસ્યાઓનો સામનો કર્યા બાદ તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. અંતરિક્ષ યાન ચંદ્રમાના એક હિસ્સાની ભાળ મેળવવાના મિશનના ભાગ રૂપે સોમવારે લેન્ડિંગ કરવાનું હતું. જેના વિશે વૈજ્ઞાનિકોનું માનવું હતું કે આ જામેલા પાણી અને કિંમતી તત્વો વિશે માહિતી મેળવી શકે છે. 

— ANI (@ANI) August 20, 2023

સ્પેસ એજન્સીએ જણાવ્યું કે મિશન કંટ્રોલે શનિવારે સ્પેસક્રાફ્ટને 11.10 (GMT) પ્રી લેન્ડિંગ ઓર્બિટમાં લઈ જવાની કોશિશ કરી તો એક અસમાન્ય સ્થિતિ પેદા થઈ હતી. 21 ઓગસ્ટના રોજ લૂના 25 એ ચંદ્રમાની સપાટી પર ઉતરવાનું હતું. Roskosmos એ વધુમાં કહ્યું કે ઓપરેશન દરમિયાન અસમાન્ય સ્થિતિ ત્યારે પેદા થઈ જ્યારે નિર્ધારિત પેરામીટર્સ પર મેનુવર્સ થઈ શકતું નહતું. રશિયાના આ સ્પેસ મિશનના ફેલ થવાથી તેની આશાને જોરદાર ઝટકો મળ્યો છે. રશિયાએ જ પહેલીવાર ધરતીની કક્ષાની બહાર 1957માં સ્પૂતનિક-1 લોન્ચ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news