ભારતની લોકસભા ચૂંટણીમાં દખલ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે અમેરિકા, રશિયાનો મોટો દાવો

રશિયાની સરકારી ન્યૂઝ એજન્સી આરટી ન્યૂઝ પ્રમાણે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જાખારોવાએ કહ્યું કે અમેરિકા હકીકતમાં ભારતની રાજનીતિક સ્થિતિને અસંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે અમેરિકાની આ ગતિવિધિને ભારત પ્રત્યે અપમાનજનક ગણાવી છે. 

ભારતની લોકસભા ચૂંટણીમાં દખલ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે અમેરિકા, રશિયાનો મોટો દાવો

નવી દિલ્હીઃ તમામ દેશો એક તરફ અને ભારત-રશિયાની મિત્રતા એક તરફ.. ભારત અને રશિયાની મિત્રતા કેટલાય વર્ષો જૂની છે.. તમામ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર જ્યારે દુનિયા ભારતની વિરુદ્ધમાં હોય છે ત્યારે રશિયા હંમેશાથી ભારતના પડખે હોય છે.. અમેરિકા જેવા દેશો સામે પણ ભારતના પક્ષમાં બોલવા માટે રશિયા જરાય અચકાતું નથી.. અને આ વાતને રશિયાએ ફરી એકવાર સાબિત કરી છે.. એટલું જ નહીં રશિયાએ અધિકારિક રીતે એ પણ આરોપ લગાવ્યો છેકે, અમેરિકા ભારતમાં લોકસભાની ચૂંટણીમાં દખલ કરી રહ્યું છે.. જુઓ આ રિપોર્ટ.. 

જી હાં, આ તમામ સવાલ એ છે, જેને લઈને અમેરિકા અને કેનેડા ભારત પર સતત આરોપ લગાવી રહ્યા છે અને હંમેશાથી આ મુદ્દા પર પોતાની કમેન્ટ કરતા રહ્યા છે..

જોકે, હવે આ મામલે રશિયાએ ખુલીને ભારતને સમર્થન કર્યું છે.. 
રશિયાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતનું સૌથી સારો મિત્ર છે.. રશિયાના વિદેશ મંત્રાલયે બુધવારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના નિષ્ફળ ષડયંત્ર સાથે જોડાયેલા કેસ પર અમેરિકાને અરીસો બતાવ્યો છે.. રશિયાએ અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે..

અમારી જાણકારી મુજબ, અમેરિકાએ હજુ સુધી એવો કોઈ પુરાવો રજૂ કર્યા નથી, જે સાબિત કરી શકે કે પન્નુની હત્યામાં ભારતનો હાથ હતો. અમેરિકાની ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનની વાત ભારત મામલે તેની ગેરસમજણ દર્શાવે છે. અમેરિકા આવું કરીને એક સાર્વભૌમ દેશ તરીકે ભારતનું અપમાન કરી રહ્યું છે. અમેરિકા માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય ઘણા દેશો પર ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનના પાયાવિહોણા આરોપો લગાવી રહ્યું છે. તેમની કાર્યવાહી સ્પષ્ટપણે ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી દર્શાવે છે.

રશિયા દ્વારા આપવામાં આવેલા આ નિવેદન બાદ અમેરિકાને મરચા લાગી શકે છે.. એટલું જ નહીં રશિયાના પ્રવક્તાએ આરોપ પણ લગાવ્યો કે,અમેરિકા ભારતની ચૂંટણીમાં અવરોધ ઊભો કરવા માગે છે. અમેરિકાની નજર ભારતની ચૂંટણી પર છે. અમેરિકા વારંવાર ચૂંટણીમાં અવરોધ ઊભો કરવા માગે છે..

રશિયાના અમેરિકા પરના આરોપ પર ભારતે પણ રોકડું પરખાવ્યું.. ભારતના વિદેશ મંત્રાલય તરફથી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું કે, જો આ પ્રકારની કોઈ હકીકત બહાર આવશે તો એ સાંખી લેવામાં નહીં આવે.. 

અમેરિકાની સરકારે આરોપ લગાવ્યા હતા કે  ન્યૂયોર્કમાં પન્નુ પર ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતનો હાથ હતો..  જો કે આ ષડ્યંત્રને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું.. આ પછી 29 નવેમ્બરે હત્યાના કાવતરાના કેસમાં ન્યૂયોર્ક પોલીસની ચાર્જશીટ સામે આવી હતી..

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં રશિયાએ ભારતનું સમર્થન કર્યું છે.. રશિયાના વિદેશ મંત્રાલયે ભારત વિરુદ્ધ અમેરિકાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news