પાકિસ્તાનમાં હિન્દુ શિક્ષક સામે ઈશનિંદાનો કેસ, સિંધ પ્રાંતમાં તોફાનો ફાટી નીકળ્યાં
Trending Photos
કરાચી: પાકિસ્તાનમાં ફરી એકવાર હિન્દુઓ પર અત્યાચારોનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતની એક શાળામાં લઘુમતી હિન્દુ સમુદાયના પ્રિન્સિપાલ વિરુદ્ધ ઈશનિંદાનો મામલો નોંધાયા બાદ રવિવારે પ્રાંતના અનેક વિસ્તારોમાં તોફાનો ફાટી નીકળ્યાં. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ ભીડે ગોટકી શહેરમાં એક હિન્દુ મંદિર અને શાળામાં તોડફોડ મચાવી અને હિન્દુ પ્રિન્સિપાલ સાથે મારપીટ કરી.
Pakistan media: Mob vandalized a school and protested in Ghotki, Sindh after the school's Principal, Notal Mal, a Hindu was accused of blasphemy and booked.
— ANI (@ANI) September 15, 2019
શાળામાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પાકિસ્તાન માનવાધિકાર આયોગે ભીડ દ્વારા શાળામાં તોડફોડ કરવા સંબંધિત એક વીડિયો શેર કરતા તેના પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આયોગે કહ્યું છે કે પોલીસ અને પ્રશાસને જરૂરી પગલાં લેવા જોઈએ અને શાળાના પ્રિન્સિપાલની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
જુઓ LIVE TV
આયોગે વીડિયોને હચમચાવી નાખે તેવો ગણાવ્યો છે. આયોગનું કહેવું છે કે એક ધાર્મિક લઘુમતી સમુદાય વિરુદ્ધ ભીડની હિંસા એ બર્બરતા છે અને તેને સ્વીકારી શકાય નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે