આગાહી સાચી ઠરી! વિશ્વભરમાં એક નવી મહામારી ફેલાઈ; કોરોના જેવા જ છે લક્ષણો, દર્દીઓને આઈસોલેટ થવાનો આદેશ
ડેલી મિરરની રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ મહામારીના 3 સામાન્ય લક્ષણો છે. તેમાં ખાંસી આવવી, ટેસ્ટ અને ગંધ જતો રહેવો અને તાવ રહેવો જેવા સામેલ છે.
Trending Photos
Coronavirus: આખી દુનિયા છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીથી ઝઝૂમી રહી છે. પરંતુ હજુ પણ આ બીમારી દુનિયામાંથી પુરી થઈ નથી ને વધુ એક મહામારીએ વિશ્વમાં દસ્તક આપી દીધી છે. આ બીમારીના લક્ષણ પણ કોરોના જેવા જ છે. એટલા માટે શરૂઆતમાં એ જાણવું મુશ્કેલ થઈ રહ્યું છે કે અસલમાં બીમારી શું છે?
કોરોના મહામારીના 3 સામાન્ય લક્ષણ
ડેલી મિરરની રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ મહામારીના 3 સામાન્ય લક્ષણો છે. તેમાં ખાંસી આવવી, ટેસ્ટ અને ગંધ જતો રહેવો અને તાવ રહેવો જેવા સામેલ છે.
દુનિયામાં Rhinovirus મહામારી શરૂ
મેડિકલ એક્સપર્ટે ચેતવણી આપી છે કે દુનિયામાં રાઈનો વાયરલની નવી બીમારી ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી છે. તેના લક્ષણો પણ કોરોના જેવા જ છે. એવામાં આ લક્ષણો જોવા મળે તો પણ જો તમારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે તો પણ તમે ખતરામાં છો. તમને રાઈનો વાયરસની બીમારી હોઈ શકે છે, જે તમારા મારફતે બીજા સુધી ફેલાઈ શકે છે.
બ્રિટેનમાં બીમારીના પ્રતિબંધ માટે કડક આદેશ
Belfast Live ની રિપોર્ટ અનુસાર, બ્રિટેનના હેલ્થ ડિપાર્ટમેન્ટે બન્ને વાયરલની વચ્ચેનું અંતર બતાવતા માટે ગાઈડલાઈન બનાવી છે. જેથી કરીને લોકોને તેના વિશે જાગૃત કરીને આ ચેપી રોગને ફેલાતો અટકાવી શકાય.
લક્ષણો દેખાય કે તરત જ ઘરમાં આઈસોલેટ થવાનો આદેશ
બ્રિટિશ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, જો કોરોના ટેસ્ટ નેગેટિવ આવવા છતાં સતત માથાનો દુખાવો, ગળામાં દુખાવો અને નાક વહેવાની સમસ્યા ચાલુ રહે છે, તો આ રાયનોવાયરસના લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં પીડિતાએ બહાર જવાને બદલે પોતાને ઘરમાં આઈસોલેટ રહેવું જોઈએ. જેથી આ વાયરસ બહાર ન જઈ શકે.
ઘરમાં ખાવા-પીવાના વાસણો અને કપડાં રાખો અલગ
રિપોર્ટ અનુસાર, ઘરમાં અલગ રહેવાની સાથે પીડિત વ્યક્તિએ તેના ખાવાના વાસણો, કપડાં અને શૌચાલય પણ અલગ કરવા જોઈએ, જેથી આ રોગ તમારા દ્વારા પરિવારના સભ્યો સુધી ન પહોંચી શકે. આ સાથે ટેલિફોન દ્વારા તમારા ફેમિલી ડોક્ટર અથવા આરોગ્ય વિભાગને જાણ કરીને તમારી સારવાર પણ શરૂ કરવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે