સોનેરી વાળ અને સોનેરી દાઢીવાળો વાંદરો જોયો છે? જાણો હવે કેમ ગાયબ થઈ રહ્યાં છે આ વાનરો

તાપાનુલી ઓરંગુટાન (Tapanuli Orangutans)ને ધ ગ્રેટ એપ્સ  (The Great Apes) પણ કહેવામાં આવે છે. વર્ષ 1800થી લઈને અત્યાર સુધી તેમનાં રહેણાંક વિસ્તાર સતત ઘટાડો થતો રહ્યો છે. પહેલા આ વાનર ખૂબ જ મોટા વિસ્તારમાં રહેતા હતા. જ્યારે હાલના સમયમાં બટાંગ તોરુમાં આવેલા પહાડી જંગલનાં ત્રીજા ભાગમાં જ આ વાનર જોવા મળે છે. તાપાનુલી ઓરંગુટાનની સંખ્યા માંડ 800 બચી છે.

સોનેરી વાળ અને સોનેરી દાઢીવાળો વાંદરો જોયો છે? જાણો હવે કેમ ગાયબ થઈ રહ્યાં છે આ વાનરો

નવી દિલ્હીઃ દુનિયાના કેટલાક વિસ્તારમાં જોવા મળતા સોનેરી અને ભૂરા વાળવાળા વાનરની પ્રજાતિ પર ખતરો મંડરાયો. આવા વાનર તાપાનુલી ઓરંગુટાન (Tapanuli Orangutans)નાં નામે ઓળખાય છે. તાપાનુલી ઓરંગુટાન ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રાના બટાંગ તોરુના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. ઓરંગુટાન વાનરની સતત ઘટતી જતી સંખ્યા એક ચિંતાનો વિષય બની ગઈ છે.

No description available.

તાપાનુલી ઓરંગુટાન (Tapanuli Orangutans)ને ધ ગ્રેટ એપ્સ  (The Great Apes) પણ કહેવામાં આવે છે. વર્ષ 1800થી લઈને અત્યાર સુધી તેમનાં રહેણાંક વિસ્તાર સતત ઘટાડો થતો રહ્યો છે. પહેલા આ વાનર ખૂબ જ મોટા વિસ્તારમાં રહેતા હતા. જ્યારે હાલના સમયમાં બટાંગ તોરુમાં આવેલા પહાડી જંગલનાં ત્રીજા ભાગમાં જ આ વાનર જોવા મળે છે. તાપાનુલી ઓરંગુટાનની સંખ્યા માંડ 800 બચી છે. કન્ઝર્વેશન સાયન્ટિસ્ટ એરિક મીઝાર્ડ જણાવે છે કે, જો આ વાનરની વસ્તીનો એક ટકા ભાગ પણ મૃત્યુ પામે છે અથવા તો ક્યાંક બીજે લઈ જવામાં આવ છે તો તાપાનુલી ઓરંગુટાનની પ્રજાતિ ખત્મ થઈ જશે. જેનો અર્થ થાય છે કે, દુર્લભ વાનરની પ્રજાતિને ખત્મ થવામાં હવે એકથી દોઢ દાયકા સુધીનો સમય બાકી છે. આગામી 10થી 15 વર્ષમાં ધરતી પરથી આ સુંદર વાનરની પ્રજાતિનું અસ્તિત્વ ભૂંસાઈ જવાનું સંકટ વર્તાયુ છે.

No description available.

તાપાનુલી ઓરંગુટાન (Tapanuli Orangutans) પહેલા બટાંગના તોરુના જંગલોના મોટા વિસ્તારમાં રહેતા હતા. પરંતુ શિકારીઓના કારણે વાનરોની આ સંખ્યા ઘટીને હવે ત્રીજા ભાગ જેટલી જ મર્યાદિત રહી છે. આ વાનર જમીન પર પણ રહેવા માટે સક્ષમ છે. પરંતુ ઘણા વર્ષો સુધી પહાડી જંગલોમાં રહેવાના કારણે બીજો કોઈ વિકલ્પ તેમને સૂટ નથી કરતો. આ પ્રજાતિના વાનરની સંખ્યા અચાનક ઘટના પાછળનું કારણ શું છે? આ માટેનું સૌથી મોટુ કારણ બટાંગ તોરુ નદી પર બની રહેલો નવો હાઈડ્રોક્લેટ્રિક પાવર પ્લાન્ટ છે. 301 એકરમાં બની રહેલા પાવર પ્લાન્ટના કારણે તાપાનુલી ઓરંગુટાન (Tapanuli Orangutans)ના ટોળેટોળાં એકસાથે દેખાતા બંધ થવા લાગ્યા. જેની સીધી અસર તેમના પ્રજનન અને જેનેટિક ડાઈવર્સિટી પર પડવા લાગી. કારણકે વાનર તેમના રસ્તામાં આવતી કોઈપણ વસ્તુને ત્યાં સુધી ક્રોસ નથી કરતા જ્યાં સુધી તેમને સુરક્ષિત ન લાગે.

PT North Sumatra Hydro Energy કંપનીએ કોરોના મહામારીના કારણે હાલ પુરતાં નિર્માણ કાર્ય પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વન્ય જીવ વિશેષજ્ઞ એરિક મીઝાર્ડે કહ્યું કે, જ્યાં સુધી હાઈડ્રો પાવરમાં નિર્માણ કાર્ય ફરીથી શરૂ ન થાય ત્યાં સુધી ઈન્ડોનેશિયા અને સુમાત્રાની સરકારે સંયુક્ત પ્રયાસ હાથ ધરીને તાપાનુલી ઓરંગુટાનની પ્રજાતિને બચાવવા માટેના પ્રયાસ કરવા જોઈએ. સાથે જ પાવર પ્લાન્ટથી થતા નુકસાનની તપાસ કરવી જોઈએ. જરૂર લાગે તો પાવર પ્લાન્ટનું કામ રદ્દ કરી શકાય અથવા અન્ય સ્થળે ખસેડી શકાય. જેથી વાનરને નવી જિંદગી મળી શકે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news