હું કદાચ એવો પહેલો વ્યક્તિ છું જેને બદનક્ષી બદલ આટલી મોટી સજા મળી: રાહુલ ગાંધી

Rahul Gandhi In America: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ ગુરુવારે (ભારતીય સમય મુજબ) સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે પોતાની લોકસભા સદસ્યતા રદ થવા અંગે વાત રજૂ કરી.

હું કદાચ એવો પહેલો વ્યક્તિ છું જેને બદનક્ષી બદલ આટલી મોટી સજા મળી: રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ ગુરુવારે (ભારતીય સમય મુજબ) સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમણે પોતાની લોકસભા સદસ્યતા રદ થવા અંગે વાત રજૂ કરી. રાહુલ ગાંધીએ કહ્યું કે, હું કદાચ ભારતમાં માનહાનિના મામલામાં સૌથી વધુ સજા પામનાર વ્યક્તિ છું. તેમણે કહ્યું કે મે ક્યારેય વિચાર્યું નહતું કે ક્યારેય આવું કઈંક પણ થશે. રાહુલ ગાંધીએ કહ્યું કે હમણા મે મારો પરિચય સાંભળ્યો. જેમાં મને પૂર્વ સાંસદ કહેવામાં આવ્યા. તેમણે કહ્યું કે, જ્યારે મે 2004માં રાજનીતિ શરૂ કરી હતી ત્યારે ક્યારેય વિચાર્યું નહતું કે દેશમાં ક્યારેય એવું પણ જોવા મળશે જે હાલ જોવા મળી રહ્યું છે. 

અમે લોકતાંત્રિક રીતે લડી રહ્યા છીએ- રાહુલ
રાહુલે લોકસભા સદસ્યતા રદ થવાની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે પરંતુ મને લાગે છે કે હવે મારી પાસે મોટી તક છે. કદાચ એ અવસર કરતા પણ મોટી જે મને સંસદમાં બેસીને મળત. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આ ડ્રામા 6 મહિના પહેલા શરૂ થયો હતો. ભારતમાં વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. સંસ્થાનો પર ભાજપનો કબજો છે. અમે તેમની સાથે લોકતાંત્રિક રીતે લડી રહ્યા છીએ. જ્યારે અમે જોયું કે કોઈ પણ સંસ્થાન અમારી મદદ કરી રહ્યા નથી ત્યારે અમે રસ્તાઓ પર આવી ગયા અને આથી ભારત જોડો યાત્રા થઈ. 

— Congress (@INCIndia) June 1, 2023

કાશ્મીર પર શું બોલ્યા રાહુલ ગાંધી?
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે તેમણે (પ્રશાસને) મને કહ્યું કે જુઓ તમે કાશ્મીર જશો અને 4 દિવસ પગપાળા ચાલશો તો બની શકે કે તમે માર્યા જાઓ પરંતુ મે તેમને કહ્યું કે આવું થવા દો. હું જોવા માંગતો હતો કે કોણ મારા પર ગ્રેનેડ ફેંકશે. સુરક્ષાકર્મી, પ્રશાસનના લોકો મને જોઈ રહ્યા હતા અને મને તેમના ચહેરા જોઈને એવું લાગ્યું કે તેઓ સમજી ન શક્યા કે હું શું કહી રહ્યો છું? તેનાથી કોઈ ફરક પડતો નથી કે બીજી વ્યક્તિ પાસે કેટલું બળ છે, પરંતુ તમારે જીવનમાં દ્રઢ રહેવું જોઈએ. 

ચીન સાથેના સંબંધો પર શું બોલ્યા ગાંધી?
રાહુલે કહ્યું કે સંબંધ હાલ ઠીક નથી. તેમણે આપણા કેટલાક વિસ્તારો પર કબજો કર્યો છે. આ કપરું છે. તે ખુબ સરળ નથી. ભારતને આમ તેમ ધકેલી શકાય નહીં. અહીં કશું થવાનું નથી. 

રશિયા મુદ્દે કરી આ વાત
જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે ભારતના તટસ્થ વલણનું તેઓ સમર્થન કરે છે જેના પર રાહુલ ગાંધીએ કહ્યું કે રશિયા સાથે આપણા સંબંધ છે, રશિયા પર આપણી કેટલીક નિર્ભરતાઓ છે આથી હું ભારત સરકાર સમાન જ વલણ રાખીશ. 

રાહુલને માનહાનિના કેસમાં મળી છે 2 વર્ષની સજા
રાહુલ ગાંધીને મોદી સરનેમ પર 2019માં અપાયેલા એક ભાષણને લઈને સુરતની કોર્ટે આ વર્ષે માર્ચમાં માનહાનિના કેસમાં દોષિત  ઠેરવ્યા હતા. કોર્ટે તેમને 2 વર્ષની સજા પણ ફટકારી. ત્યારબાદ રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ થઈ. 

આ અગાઉ રાહુલ ગાંધીએ બુધવારે સાન ફ્રાન્સિસકોમાં ભારતીયોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે નવા સંસદ ભવન, ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર, એજન્સીઓનો ઉપયોગ, સહિત તમામ મુદ્દાઓ પર વાત કરી હતી. તેમણે મોદી સરકાર ઉપર પણ નિશાન સાંધ્યુ હતું. તેમણે પીએમ મોદી પર કટાક્ષ કરતા કહ્યું હતું કે તેમને લાગે છે કે તેમને બધા વિશે બધુ ખબર છે. મોદીજી ભગવાનને પણ બ્રહ્માંડ વિશે સમજાવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news