Queen Elizabeth II: બ્રિટન ઉપરાંત આ 14 દેશ ઉપર પણ રાજ કરે છે બ્રિટિશ પરિવાર!, અનેક મોટા દેશ યાદીમાં સામેલ
આ વર્ષે મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ બ્રિટિશ સિંહાસન પર 70 વર્ષ પૂરાં કર્યા છે. તેઓ આ અભૂતપૂર્વ માઈલસ્ટોન મેળવનારા 1000થી વધુ વર્ષોના ઈતિહાસમાં પહેલા બ્રિટિશ સમ્રાજ્ઞી બન્યા છે.
Trending Photos
નવી દિલ્હી: આ વર્ષે મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ બ્રિટિશ સિંહાસન પર 70 વર્ષ પૂરાં કર્યા છે. તેઓ આ અભૂતપૂર્વ માઈલસ્ટોન મેળવનારા 1000થી વધુ વર્ષોના ઈતિહાસમાં પહેલા બ્રિટિશ સમ્રાજ્ઞી બન્યા છે. આ ઐતિહાસિક ઘટનાને ઉજવવા અને રાણીના વારસાનું સન્માન કરવા માટે ટોયમેકર મેટલે તેમના સન્માનમાં એક ટ્રિબ્યૂટ કલેક્શન બાર્બી ડોલ પણ બહાર પાડ્યું છે.
આ બાર્બીના ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું છે કે બાર્બી બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી શાસન કરનારા સમ્રાટ મહામહિમ મહારાણી એલિઝાબેથ દ્વિતિયના જશ્નમાં બનાવવામાં આવી છે. તેમના અસાધારણ શાસને તેમના કર્તવ્ય પ્રત્યે અથાગ સમર્પણ અને સેવાના જીવનને સાથે જોયું છે. 70 વર્ષની સેવા સુધી પહોંચ્યા બાદ મહારાણી એલિઝાબેથ દ્વિતિય પ્લેટિનમ એનિવર્સરી મનાવનારા પહેલા બ્રિટિશ સમ્રાજ્ઞી બન્યા છે. રિપોર્ટ્સ મુજબ પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે બાર્બીએ કોઈ જીવિત મહારાણી જેવી ડોલ બનાવી છે. પહેલા એલિઝાબેથ 1 અને મેરી એન્ટોનેટ જેવા ઐતિહાસિક રોયલ્સની ડોલ તૈયાર કરાતી હતી. જૂનની શરૂઆતમાં અધિકૃત પ્લેટિનમ જ્યુબિલી સમારોહ પહેલા બાર્બીને લંડનના સ્ટોર હેરોડ્સ, સેલ્ફ્રિઝ અને હેમલીઝમાં વેચવામાં આવશે. તેની કિંમત 75 ડોલર જણાવવામાં આવી રહી છે.
હજુ પણ અનેક દેશો પર મહારાણીનું શાસન
તમને એ વાત માન્યમાં કદાચ ન આવે પરંતુ બ્રિટિશ મહારાણી એલિઝાબેથ દ્વિતિય હજુ પણ 14 દેશોના મહારાણી છે. આ દેશ હજુ પણ ક્યાંકને ક્યાંક બ્રિટિશ શાહી પરિવારને આધીન છે જ્યાં આજે પણ બ્રિટિશ મહારાણીને જ રાષ્ટ્ર પ્રમુખ ગણવામાં આવે છે. જાણો કયા 14 દેશ છે જ્યાં હજુ પણ છે મહારાણીનું શાસન!
1. કેનેડા
બ્રિટિશ મહારાણી જે દેશોના રાષ્ટ્રપ્રમુખ છે તેમાં કેનેડા પણ સામેલ છે. અંગ્રેજી અને ફ્રેન્ચ બંને અહીંની અધિકૃત ભાષાઓ છે. ઉત્તર અમેરિકાના આ દેશનું કુલ ક્ષેત્રફળ 99.8 લાખ વર્ગ કિલોમીટર છે. જે કુલ ક્ષેત્રફળના મામલે વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. તેની વસ્તી 3.8 કરોડ (2020) જેટલી છે.
2. ઓસ્ટ્રેલિયા
તમને કદાચ માન્યમાં ન આવે પરંતુ ઓસ્ટ્રેલિયા જેવો દેશ જે વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે તે આજે પણ બ્રિટિશ પરિવાર હેઠળ આવે છે. એલિઝાબેથ દ્વિતીય આજે પણ ઓસ્ટ્રેલિયાના રાણી પણ ગણાય છે. કેટલીક સ્થિતિઓમાં રાણીના પ્રતિનિધિ, ગવર્નર જનરલ અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી વચ્ચે ગંભીર મતભેદ પેદા થાય છે જેનું સૌથી મોટું ઉદાહણ 1975નું ઓસ્ટ્રેલિયન બંધારણીય સંકટ છે. જેમાં ગવર્નર જનરલે એક ચૂંટાઈ આવેલા પ્રધાનમંત્રીને બરતરફ કર્યા હતા.
3. ન્યૂઝીલેન્ડ
કેન્ડા અને ઓસ્ટ્રેલિયાની જેમ ન્યૂઝીલેન્ડમાં પણ રાષ્ટ્રપ્રમુખ બ્રિટિશ મહારાણી ગણાય છે. આ દેશની કુલ વસ્તી માત્ર 50.8 લાખ છે. 1947માં આ દેશને બ્રિટનથી આઝાદી મળી હતી. આ દેશની જનસંખ્યાનો એક મોટો ભાગ ન્યૂઝીલેન્ડને એક રાજતંત્રથી ગણતંત્ર બનાવવાની માગણી કરી રહ્યો છે.
4. ગ્રેનેડા- આ દેશના મહારાણી પણ એલિઝાબેથ દ્વિતિય છે. તેઓ રાષ્ટ્રાધ્યક્ષ છે જેમનું પ્રતિનિધિત્વ એક ગવર્નર જનરલ કરે છે. આ દેશ 7 ફેબ્રુઆરી 1974ના રોજ આઝાદ થઈ ગયો હતો. ત્યાં રહેતા લોકો મૂળ રીતે આફ્રિકન કે યુરોપીયન છે.
5. જમૈકા- કેરેબિયન સાગરમાં આવેલા આ દેશના રાષ્ટ્રાધ્યક્ષ પણ રાણી એલિઝાબેથ દ્વિતિય છે. 1494માં ક્રિસ્ટોફર કોલંબસે આ દેશ શોધ્યો હતો. જેને 1655માં બ્રિટને પડાવ્યો હતો. આ દેશને 1962માં આઝાદી મળી. 2012માં જમૈકાના પ્રધાનમંત્રી સિંપસન મિલરે એલિઝાબેથ દ્વિતિયને રાષ્ટ્રાધ્યક્ષના પદેથી હટાવવાની માગણી કરી હતી અને ત્યારથી સમયાંતરે આવી માગણી ઉઠતી રહી છે.
6. સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ- કેરેબિયન વિસ્તારમાં આવેલો એકમાત્ર ફેડરલ દેશ છે. 1623માં બ્રિટને પોતાનો પહેલો કેરેબિયન ઉપનિવેશ સેન્ટર કિટ્સને જ બનાવ્યો. દેશને 1983માં બ્રિટનથી આઝાદી મળી.
7. પપુઆ ન્યૂ ગિની- 1526માં પોર્ટુગલી જ્યોર્જ ડી મેનેસેસ અહીં આવનારા પહેલા યુરોપીયન હતા. તેમણે આ દ્વિપને ‘land of fuzzy haired people’ કહ્યો.
8. સેન્ટ લૂસિયા- અહીં રહેનારા મોટાભાગના લોકો ખ્રિસ્તિ ધર્મમાં માનનારા છે. તે કેરેબિયન સમુદાયનો સભ્ય છે. રોમાંચક વાત એ છે કે આ નાનકડો દેશ બે નોબલ પુરસ્કાર વિજેતાઓને જન્મદાતા છે. 1979માં તે સંપૂર્ણ રીતે સ્વતંત્ર થયો હતો. અહીં આવનારા મોટાભાગના લોકો આફ્રિકી દેશોના વંશજ છે.
આ સિવાયના જે દેશો છે તેમાં 9. સેન્ટ વિન્સેન્ટ એન્ડ ગ્રેનાડાઈન્સ, (10) તુવાલૂ, (11) એન્ટીગુઆ અને બાર્બુડા, (12) બેલીઝ, (13) સોલોમન આઈલેન્ડ, (14) બહામાસ. જ્યારે બાર્બાડોસમાં 2021માં જ એલિઝાબેથ દ્વિતિયને રાષ્ટ્રાધ્યક્ષના પદેથી હટાવવાનો નિર્ણય લેવાયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે