અલકાયદાના વધુ એક ખૂંખાર આતંકી વડાને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પુષ્ટિ કરી છે કે, ગત મહિને યમન (Yemen) માં અમેરિકન સેના (US forces) દ્વારા કરવામાં આવેલ એક ઓપરેશનમાં અલકાયદાનો પ્રમુખ કાસીમ અલી રિમી માર્યો ગયો છે. કાસીમ અલકાયદા ઈન અરબ પેનિંસુલાનો સંસ્થાપક હતો. સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર, વ્હાઈટ હાઉસે ગુરુવારે ટ્રમ્પનું નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે કહ્યું કે, અમેરિકા (America) એ યમનમાં એક આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. જેમાં અરબમાં અલકાયદાનો સંસ્થાપક અને અલકાયદાનો વડા કાસીમ અલ રિમી (Qassim al-Rimi) ને સફળતાપૂર્વક મારવામાં આવ્યો છે. 
અલકાયદાના વધુ એક ખૂંખાર આતંકી વડાને અમેરિકાએ મોતને ઘાટ ઉતાર્યો

ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પુષ્ટિ કરી છે કે, ગત મહિને યમન (Yemen) માં અમેરિકન સેના (US forces) દ્વારા કરવામાં આવેલ એક ઓપરેશનમાં અલકાયદાનો પ્રમુખ કાસીમ અલી રિમી માર્યો ગયો છે. કાસીમ અલકાયદા ઈન અરબ પેનિંસુલાનો સંસ્થાપક હતો. સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર, વ્હાઈટ હાઉસે ગુરુવારે ટ્રમ્પનું નિવેદન જાહેર કર્યું, જેમાં તેમણે કહ્યું કે, અમેરિકા (America) એ યમનમાં એક આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. જેમાં અરબમાં અલકાયદાનો સંસ્થાપક અને અલકાયદાનો વડા કાસીમ અલ રિમી (Qassim al-Rimi) ને સફળતાપૂર્વક મારવામાં આવ્યો છે. 

ચૂંટણીના 24 કલાક પહેલા બૂરી રીતે ફસાયા કેજરીવાલ, ચૂંટણી પંચે મોકલી નોટિસ  

સમાચાર એજન્સી એફેના અનુસાર, ટ્રમ્પે કહ્યું કે, અલ રિમી 1990ના દાયકામાં, ઓસામા બિન લાદેન માટે અફઘાનિસ્તાનમાં કામ કરી રહ્યો હતો અને તેની નિગરાનીમાં અલકાયદા યમનમાં નાગરિકોની વિરુદ્ધ અકારણ હિંસા કરાવી રહ્યું હતું. અમેરિકા તેમજ અમારી સેનાની વિરુદ્ધ અનેક હુમલાઓનું સંચાલન કરતો હતો અને હુમલા કરવા પ્રેરિત કરતો હતો. કાસીમની મોત અલકાયદા શાખા અને તેની વૈશ્વિક ગતિવિધિ માટે એક ઝટકો છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા, અમારા હિત અને અમારા સહયોગી તેના મોતના પરિણામસ્વરૂપ સુરક્ષિત છે. અમને નુકશાન પહોંચાડવાનો હેતુ રાખનારા આતંકીઓને અમે ટ્રેક કરીને તેઓને નાબૂદ કીરશું. અમેરિકન લોકોની રક્ષા કરવાનુ અમે ચાલુ રાખીશું.

હિઝાબને ઉતારીને ફેંકી દીધુ રસ્તા પર... પોતાના જ દેશના વિરોધમાં ઉતરી ઈરાનની મહિલાઓ

જાન્યુઆરીમાં હવાઈ હુમલામાં પ્રમુખ માર્યો ગયો
41 વર્ષીય કાસીમ અલ રિમીના મોત સમૂહ માટે એક મોટો ઝાટકો છે. જેને અલકાયદાનો સૌથી ખતરનાક શાખામાંથી એક માનવામાં આવતુ હતું. કેમ કે, તેણે યમનમાં સીમાઓખી પાર જઈને હુમલા કર્યા હતા. સમાચાર પત્ર, ન્યૂયોર્ક ટાઈમ્સે ગત સપ્તાહ માહિતી આપી હતી કે, અમેરિકન અધિકારીઓનું માનવુ છે કે, હવાઈ નિગરાની અને અન્ય ગુપ્ત માહિતીઓનો ઉપયોગ કર્યાના મહીનાઓ બાદ જાન્યુઆરીમાં હવાઈ હુમલામાં તેઓએ કાસીમને ઠાર માર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news