ભારતમાં કોરોનાની ભયાનક સ્થિતિથી પ્રિન્સ ચાર્લ્સ વ્યથિત, કહ્યું-' તેણે બધાની મદદ કરી, હવે દુનિયાનો વારો'
બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સે (Prince Charles) ભારતમાં કોરોના (Corona) મહામારીથી પેદા થયેલી સ્થિતિ પર દુ:ખ વ્યક્ત કર્યું છે.
Trending Photos
લંડન: બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સે (Prince Charles) ભારતમાં કોરોના (Corona) મહામારીથી પેદા થયેલી સ્થિતિ પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે એક વર્ષથી આ મહામારીએ દુનિયાભરના લોકોને અસર કરી છે. આ અઠવાડિયે ભારતથી આવેલા ભયાનક આંકડાએ ખુબ દુ:ખ પહોંચાડ્યું છે. તેમણે ભારતમાં વિતાવેલા કેટલાક સારા સમયને યાદ કરતા લખ્યું કે તેમને આ દેશ માટે ખુબ પ્રેમ છે અને જે રીતે ભારતે અન્ય દેશોની મદદ કરી છે, તેમની પણ મદદ કરવી જોઈએ.
પ્રિન્સ ચાર્લ્સે (Prince Charles) કહ્યું કે ભારતીય સમુદાયની મદદથી બ્રિટિશ એશિયન ટ્રસ્ટે ભારત માટે ઈમરજન્સી અપીલ લોન્ચ કરી છે જેનાથી આ હાલાત અંગે કઈક કરવાની અને જિંદગીઓ બચાવવાની ઈચ્છાને પૂરી કરી શકાય. આ સમુદાયના અનેક લોકો, વેપાર, ટ્રસ્ટ અને ફાઉન્ડેશન આગળ આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે વધુ લોકો ભારતમાં લોકોની મદદ કરે. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં આ હાલાતથી પસાર થઈ રહેલા લોકો તેમની પ્રાર્થનામાં છે અને મળીને આ જંગ જીતી જીતી લેવાશે.
રસી, નહીં પણ મદદ મોકલી
આ બાજુ બ્રિટને મંગળવારે કહ્યું કે હાલ તે કોવિડ-19 રસી માટે પોતાની ઘરેલુ પ્રાથમિકતા પર ભાર મૂકી રહ્યું છે. આ તબક્કામાં ભારત જેવા જરૂરિયાતવાળા દેશોને ઉપલબ્ધ કરાવવા માટે તેની પાસે રસીના વધારાના ડોઝ નથી. ભારતમાં મહામારીની ભયાનક બીજી લહેરના સંદર્ભમાં બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનના પ્રવક્તાએ કહ્યું કે આ પ્રક્રિયાની સતત સમીક્ષા થઈ રહી છે અને બ્રિટન 495 ઓક્સિજન ટેન્ક, 120 વેન્ટિલેટર વગેરેનું એક પેકેજ મોકલી રહ્યું છે. જેથી કરીને ભારતમાં આપૂર્તિની કમીને પૂરી કરી શકાય. 100 વેન્ટિલેટર અને 95 ઓક્સિજન ટેન્કની પહેલી ખેપ મંગળવારે વહેલી સવારે દિલ્હી પહોંચી હતી. પ્રવક્તાએ કહ્યું કે અમે ફેબ્રુઆરીમાં પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે બ્રિટનને થનારી આપૂર્તિમાંથી વધારાના ડોઝ 'કોવેક્સ ખરીદી પૂલ' અને જરૂરિયાતવાળા દેશોને અપાશે. તેમણે કહ્યું કે હાલ ઘરેલુ મોરચે અમે ભાર મૂકી રહ્યા છીએ. અને અમારી પાસે વધારાના ડોઝ ઉપલબ્ધ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે