US: શીખ સમુદાયે PM મોદી સાથે કરી મુલાકાત, IGI એરપોર્ટનું નામ ગુરુ નાનક દેવ એરપોર્ટ કરવાની માગણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના શીખ સમુદાયે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ અગાઉ પીએમ મોદી સાથે મુલાકાત કરી. શીખ સમુદાયે પીએમ મોદીને વિનંતી કરી છે કે દિલ્હીના IGI એરપોર્ટનું નામ બદલીને ગુરુ નાનક દેવ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરી નાખવામાં આવે. શીખ સમુદાયે પોતાની માગણીઓ સંબંધિત એક મેમોરેન્ડમ પણ સોંપ્યું છે. 
US: શીખ સમુદાયે PM મોદી સાથે કરી મુલાકાત, IGI એરપોર્ટનું નામ ગુરુ નાનક દેવ એરપોર્ટ કરવાની માગણી

હ્યુસ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) હાલ અમેરિકાના પ્રવાસે છે. અમેરિકાના શીખ સમુદાયે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ અગાઉ પીએમ મોદી સાથે મુલાકાત કરી. શીખ સમુદાયે પીએમ મોદીને વિનંતી કરી છે કે દિલ્હીના IGI એરપોર્ટનું નામ બદલીને ગુરુ નાનક દેવ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરી નાખવામાં આવે. શીખ સમુદાયે પોતાની માગણીઓ સંબંધિત એક મેમોરેન્ડમ પણ સોંપ્યું છે. 

— ANI (@ANI) September 22, 2019

પીએમ મોદીને આપવામાં આવેલા આ મેમોરેન્ડમમાં 1984ના શીખ રમખાણો, ભારતીય બંધારણની કલમ 25 અને આનંદ મેરેજ એક્ટ, વિઝા, પાસપોર્ટ રિન્યુઅલ જેવા વિષયો સંબંધિત માગણીઓ રજુ કરવામાં આવી છે. 

— ANI (@ANI) September 22, 2019

સિટિંગ કમિશનર, અરવિન, કેલિફોર્નિયા અરવિંદર ચાવલાએ કહ્યું કે અમે પીએમ મોદીને એક મેમોરેન્ડમ સોંપ્યુ ચે. આ સાથે જ શીખ સમુદાય માટે તેમણે જે કામ કર્યું છે તેના માટે આભાર વ્યક્ત કર્યો છે. અમે કરતારપુર કોરિડોર માટે તેમનો આભાર માન્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતી કાલે (હાઉડી મોદી) આવવાના છે જે બતાવે છે કે પીએમ મોદી કેટલા મહત્વપૂર્ણ લીડર છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત દિવસના અમેરિકાના પ્રવાસે છે. તેઓ શનિવારે હ્યુસ્ટન પહોંચ્યાં અને ગણતરીના કલાકોમાં એનર્જી સેક્ટરના સીઈઓ સાથે બેઠક પણ કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news