4 મહિનામાં ગુજરાતના આ ગામમાં વાહનો પર છે પ્રતિબંધ, જેનું કનેક્શન છે 350 વર્ષ જૂની પરંપરા સાથે

બનાસકાંઠાના પાલનપુર (Palanpur) તાલુકાના વાધણા ગામમાં અષાઢ મહિનાથી દશેરા (Dussehra 2019) સુધી ગામની બહાર ઉભેલા વાહનો (Vehicles) જોઈ તમને કદાચ એમ થશે કે આ તમામ વાહનો ખાલી એમ જ મૂકાયા હશે. પણ કોઈ તમને કહે કે આ ચાર માસ સુધી વાહનો વાધણા ગામમાં પ્રવેશી શકતા નથી તો તમને આશ્ચર્ય લાગશે. ચોમાસા (Monsoon)ના ચાર માસ દરમ્યાન ગામ બહાર વાહનો ઉભા રાખવાની 350 વર્ષ જૂની પ્રણાલી આજે પણ યથાવત છે. પાલનપુર તાલુકાના વાધણા ગામમાં અષાઢ મહિનાથી દશેરા સુધી વાહનોને પ્રવેશવા ઉપર પ્રતિબંધ રાખવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
4 મહિનામાં ગુજરાતના આ ગામમાં વાહનો પર છે પ્રતિબંધ, જેનું કનેક્શન છે 350 વર્ષ જૂની પરંપરા સાથે

અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના પાલનપુર (Palanpur) તાલુકાના વાધણા ગામમાં અષાઢ મહિનાથી દશેરા (Dussehra 2019) સુધી ગામની બહાર ઉભેલા વાહનો (Vehicles) જોઈ તમને કદાચ એમ થશે કે આ તમામ વાહનો ખાલી એમ જ મૂકાયા હશે. પણ કોઈ તમને કહે કે આ ચાર માસ સુધી વાહનો વાધણા ગામમાં પ્રવેશી શકતા નથી તો તમને આશ્ચર્ય લાગશે. ચોમાસા (Monsoon)ના ચાર માસ દરમ્યાન ગામ બહાર વાહનો ઉભા રાખવાની 350 વર્ષ જૂની પ્રણાલી આજે પણ યથાવત છે. પાલનપુર તાલુકાના વાધણા ગામમાં અષાઢ મહિનાથી દશેરા સુધી વાહનોને પ્રવેશવા ઉપર પ્રતિબંધ રાખવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

વર્ષો અગાઉ વાધણા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો. તેના કારણે ગામના અનેક લોકો અને પશુઓ મોતને ભેટ્યા હતા. આ કારણે ગામ લોકો એકઠા થઈને ગામના તપસ્વી સાધુ પાસે ગયા હતા. રોગચાળાના ઉપાય માટે ગુરુ મહારાજે ગામમા રથ કે કોઈ પૈડાંવાળું વાહન ન ફેરવવા સૂચન કર્યું હતું. જેને લઈને આજે પણ પેડાવાળા વાહનો ગામમાં પ્રવેશી શક્તા નથી. રોગચાળામાંથી મુક્ત થયેલ ગામ આજે 350 વર્ષ બાદ પણ પોતાની પ્રણાલી જાળવી રાખી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

ગામના રહેવાસી પ્રવીણજી ઠાકોર જણાવે છે કે, અમારા ગામમાં વર્ષો પહેલા રોગચાળો ફેલાયો હતો. જેનાથી મોટી ખુમારી થઈ હતી. ત્યારે ગામના ગુરુએ જ ગામલોકોને ગામમાં વાહન ન પ્રવેશ કરવાની સલાહ આપી હતી. અમારા ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અમે અવિરત નિભાવી રહ્યા છીએ.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

વાઘણા ગામે ગુરુ મહારાજનું વર્ષો જૂનું મંદિર આવેલું છે અને ગામલોકો ગુરુ મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. અહીંના લોકો ભૂલેચૂકે પણ ગુરુ મહારાજના ખોટા સોંગધ ખાતા નથી. લોકોનું માનવું છે કે, ગુરુ મહારાજ આશીર્વાદથી ગામમાં મોટો રોગચાળો ફેલાતો નથી. વર્ષો અગાઉ ગુરુ મહારાજે ચોમાસા દરમ્યાન ગામમાં રથ કે પૈડાવાળા વાહનોને પ્રવેશ ના કરવા માટે આપેલ વચનનો ગામ લોકો આજે પણ પાલન કરી રહ્યાં છે અને રથ કે પૈડાંવાળા વાહન, બળદ ગાડા, ઉંટ ગાડાનો પ્રવેશ ના કરાવવા માટે વચન આપ્યું હતું. જેને લઈ ગામ લોકોએ ગુરુ મહારાજે આપેલ વચન મુજબ ચોમાસાના સમયગાળામાં પોતાના વાહનો ગામ બહાર રાખતા રોગચાળો કાબૂમાં આવ્યો હતો. જોકે ગુરુ મહારાજના વચનથી રોગચાળો નાબૂદ થતા ગામમા દર વર્ષે ગુરુ મહારાજના વચનનું પાલન કરવામાં આવે છે. ગામમાં સાડા ત્રણસો વર્ષ અગાઉ શરૂ થયેલ ચોમાસામાં દશેરા સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધની પ્રણાલી આજે પણ ચાલી રહી છે. હાલ ચોમાસાની સીઝન હોઈ ગુરુ મહારાજનો બોલ પાળવા માટે ગામ લોકો ગામની ભાગોળે જ પોતાના વાહનો થભાંવી રહ્યા છે. ગ્રામજનોમાં ગુરુ મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ગામ પર ગુરુ મહારાજની અમીદ્રષ્ટિ રહેલી છે. ગુરુ મહારાજના આશીર્વાદથી ગામમાં મોટો કોઈ રોગચાળો ફેલાતો નથી. આથી જ ગામ લોકો ગુરુ મહારાજ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. 

મંદિરના પૂજારી ઘેમર ભારથી જણાવે છે કે, ગામમાં બે સાધુ ગુરુઓએ જીવતી સમાધિ લીધી છે. તેમને ગામમાં આવેલું સંકટ ટળ્યું હતું. ત્યારથી આ વર્ષોથી પરંપરા ગામ નિભાવી રહ્યું છે.

ગામ લોકો પોતાની પરંપરા વર્ષોથી જાળવી રહ્યા છે. જેને લઈને દશેરાના દિવસે આખું ગામ ગામના ગુરુ મહારાજના મંદિરે એકઠું થાય છે. ત્યાં આખા ગામ માટે ભોજન પ્રસાદ બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના નાતજાતના ભેદભાવ રાખ્યા વગર આખું ગામ એકજ સાથે મળીને ભોજન પ્રસાદ લે છે અને સાધુ સંતોને બોલાવીને પણ ભોજન અર્પણ કરીને ગામમાં વાહનોનો પ્રવેશ કરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news