ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને પ્રેરણા મળી શકે છેઃ PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભાગ લેવા માટે ચીનના શહેર ચિંગદાઓ પહોંચી ગયા છે. વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. 

 

 ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને પ્રેરણા મળી શકે છેઃ PM મોદી

ચીનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ચીનના કિંગદાઓ શહેરમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. બંન્ને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મીટિંગથી પહેલા બંન્ને નેતાઓ ગર્મજોશીથી મળ્યા. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને ચીન વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધથી વિશ્વને સ્થિરતા અને શાંતિની પ્રેરણા મળી શકે છે. તેમણે વુહાનમાં શીની સાથેની અનૌપચારિક મુલાકાતને પણ યાદ કરી હતી. શી જિનપિંગ સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ચીનના રાષ્ટ્રપતિ સાથેની તસ્વીર પણ પોતાના ટ્વીટર પર શેર કરી હતી. 

— Narendra Modi (@narendramodi) June 9, 2018

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના ચિંગદાઓ પહોંચી ગયા છે. પીએમ મોદી અહીં યોજાનારી બે દિવસીય શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં ભાગ લેશે. આ શિખર સંમેલનમાં ભાગ લેતા પહેલા પીએમે કહ્યું કે, દેશના પૂર્ણ સભ્યના રૂપમાં સમૂહની પ્રથમ બેઠકમાં તે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાને લઈને ઉત્સાહિત છે. 

વડાપ્રધાન મોદી આ બેઠકમાં ઉઝ્બેકિસ્તાન, ચીન અને સાજિકિસ્તાનના પ્રતિનિધિઓ દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પરંતુ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય બેઠક થશે નહીં. 

વડાપ્રધાન આજે ચિંગદાઓમાં એસસીઓ શિખર સંમેલનથી અલગ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. આ બેઠકમાં બંન્ને નેતા આશરે એક મહિના પહેલા વુહાનમાં થયેલી અનૌપચારિક બેઠકમાં લેવાયેલા નિર્ણયોના અમલની તપાસ કરશે. ગુરૂવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, ભારત સીમિત અને શિખર વાર્તા બેઠકોનો પણ ભાગ બનશે. 

શંઘાઇ સહયોગ સંગઠન શિખર વાર્તા પર ચાર મુખ્ય એજન્ડા હોઈ છે. રાજનીતિક, સુરક્ષા (આતંકવાદ), આર્થિક અને સાંસ્કૃતિક. ભારતની હાજરી કનેક્ટિવિટીને વધારો આપશે. 

— PMO India (@PMOIndia) June 9, 2018

આ છે કાર્યક્રમ
9 જૂને સૌથી પહેલા પીએમ નરેન્દ્ર મોદી શંઘાઈ સહયોગ સંઠનના સેક્રેટરી જનરલ રાશિદ અલીમોવ સાથે વાર્તા કરશે. ત્યારબાદ તે શંઘાઈ સહયોગ સંગઠનમાં સામેલ દેશોના પ્રતિનિધિઓ જેમાં ચીનના શી જિનપિંગ, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવ, તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઈમોમાલી રહમોનની સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાન શંગાઇ સહયોગ સંગઠનનું સભ્ય છે, પરંતુ તેની સાથે દ્વિપક્ષીય બેઠકનો કોઈ કાર્યક્રમ નથી. 

આ માટે નહીં યોજાઇ દ્વિપક્ષીય વાર્તા
મોદી શી જિનપિંગ દ્વારા આયોજીત શાહી ડિનરમાં પણ સામેલ થશે. એપ્રિલમાં વુહાનમાં મળ્યા બાદ મોદી એકવાર ફરી શી જિનપિંગ સાથે મુલાકાત કરવાના છે. બીજીતરફ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય બેઠક તે માટે યોજાશે નહીં કારણ કે, ત્યાં જુલાઇમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે અને ત્યાં અત્યારે કેયરટેકર સરકાર છે. શંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન હાજરી આપવાના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news