યૂરોપમાં યુદ્ધના અણસાર, રશિયાએ હજારો સૈનિકો કર્યા તૈનાત
પશ્વિમ એશિયાના હજારો પ્રવાસીઓને બેલારૂસ (Belarus) પાર કરી પોલેન્ડ (Poland) ની સીમા પર પહોંચી જતાં યૂરોપમાં યુદ્ધની સ્થિત બની રહી છે. તેમને રોકવા માટે પોલેન્ડએ બોર્ડર પર હજારો સૈનિક કરી દીધા છે.
Trending Photos
મોસ્કો: પશ્વિમ એશિયાના હજારો પ્રવાસીઓને બેલારૂસ (Belarus) પાર કરી પોલેન્ડ (Poland) ની સીમા પર પહોંચી જતાં યૂરોપમાં યુદ્ધની સ્થિત બની રહી છે. તેમને રોકવા માટે પોલેન્ડએ બોર્ડર પર હજારો સૈનિક કરી દીધા છે. તો બીજી તરફ પોતાના મિત્ર બેલારૂસના સમર્થનમાં હવે રશિયા (Russia) પણ મેદાનમાં ઉતરી આવ્યું છે.
પોલેન્ડ અને બેલારૂસ Poland- Belarus Conflict વચ્ચે ઉદભવી રહેલા તણાવ વચ્ચે રશિયાએ પોતાના હજારો સૈનિકો બેલારૂસ મોકલ્યા છે. આ સૈનિક અહીંયા બેલારૂસની સેના સાથે એક સંયુક્ત યુદ્ધાભાસમાં ભાગ લેશે. રશિયા (Russia) રક્ષા મંત્રલાયે કહ્યું કે સંયુક્ત યુદ્ધાભાસમાં ભાગ લેવા માટે રશિયા પૈરાટૂપર ભારે માલવાહક વિમાન વડે બેલારૂસના ગોડનો વિસ્તારમાં ઉતર્યા.
'જવાબી કાર્યવાહીની તૈયારીની તપાસ'
બેલારૂસની સેનાએ કહ્યું કે આ જોઇન્ટ વોર એક્સરસાઇઝનો હેતું 'બેલારૂસ બોર્ડર' પર બદલાઇ રહેલી સ્થિતિ ત્યાં તાત્કાલિક જવાબી કાર્યવાહીની તૈયારીને તપાસવાની છે. આ એક્સરસાઇઝમાં બેલારૂસના એર ડિફેન્સ, હેલિકોપ્ટર ગનશિપ, પેરા કમાન્ડો સહિત હજારો સૈનિક ભાગ લેશે. રશિયાને આ અઠવાડિયે પોતાના પરમાણુ સક્ષમ બોમ્બવર્સઃઅક પણ પેટ્રોલિંગ મિશન પર બેલારૂસ મોકલ્યા હતા.
ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલાયમાં રશિયા (Russia) ના ઉપ રાજદૂત દમિત્રી પોલેસ્કીએ પોલેન્ડ-બેલારૂસ Poland- Belarus Conflict સીમા પર ભારે સૈન્ય જમાવડાના જવાબમાં આ ઉડાણો બેલારૂસ પહોંચી છે.
EU એ બેલારૂસ પર લગાવેલા છે ઘણા બેન
તમને જણાવી દઇએ કે બેલારૂસ (Belarus) ના રાષ્ટ્રપતિ એલેક્ઝેંડર લુકાશેંકો પર તાનાશાહીનો આરોપ લગાવતાં યૂરોપીય સંઘ (EU) એ તેના પર ઘણા આર્થિક પ્રતિબંધો લગાવી રાખ્યા છે. EU નો આરોપ છે કે આર્થિક પ્રતિબંધોનો બદલો લેવા માટે બેલારૂસએ જાણીજોઇને સીરિયા, ઇરાક અને અફઘાનિસ્તાન સહિત પશ્વિમ એશિયાના હજારો લોકોને પોતાની સીમામાં દાખલ થવા દીધા. ત્યારબાદ તે લોકોને સુરક્ષિત રીતે પોલેન્ડ (Poland) બોર્ડર સુધી પહોંચાડી દીધો.
પોલેન્ડના બોર્ડર પર એકઠા થયા હજારો શરણાર્થી
બેલારૂસએ EU ના આરોપોથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે આ સાથે જ તેણે પોલેન્ડમાં ઘૂસવામાં પ્રયત્ન કરી રહેલા હજારો પ્રવાસીઓને રોકવા માટે પણ મનાઇ કરી દીધી છે. ત્યારબાદ પોલેન્ડ (Poland) એ હજારો પ્રવાસીઓને પોતાના દેશમાં ઘૂસતાં રોકવા માટે ત્યાં મોટી સંખ્યામાં તૈનાત કરી દીધા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે