PM મોદી બાંગ્લાદેશમાં વોહરા સમુદાયના લોકોને મળ્યા, આ ક્રિકેટર સહિત અનેક હસ્તી સાથે પણ કરી મુલાકાત 

બાંગ્લાદેશ પોતાની આઝાદીના 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ જશ્નમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઢાકા પહોંચ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસમાં પીએમ નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. શુક્રવારે પીએમ મોદીએ બાંગ્લાદેશમાં અનેક ક્ષેત્રોમાં લોકો સાથે મુલાકાત કરી. જેમાં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન પણ સામેલ રહ્યાં. 

PM મોદી બાંગ્લાદેશમાં વોહરા સમુદાયના લોકોને મળ્યા, આ ક્રિકેટર સહિત અનેક હસ્તી સાથે પણ કરી મુલાકાત 

ઢાકા: બાંગ્લાદેશ પોતાની આઝાદીના 50 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ જશ્નમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઢાકા પહોંચ્યા છે. પોતાના બે દિવસના પ્રવાસમાં પીએમ નરેન્દ્ર મોદી અનેક કાર્યક્રમોમાં સામેલ થશે. શુક્રવારે પીએમ મોદીએ બાંગ્લાદેશમાં અનેક ક્ષેત્રોમાં લોકો સાથે મુલાકાત કરી. જેમાં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન પણ સામેલ રહ્યાં. 

— ANI (@ANI) March 26, 2021

બાંગ્લાદેશના સ્ટાર્સ અને નેતાઓને મળ્યા પીએમ મોદી
પીએમ મોદી શુક્રવારે ઢાકામાં અનેક લોકોને મળ્યા. પીએમ મોદી બાંગ્લાદેશના રાજકીય પક્ષો, વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પણ મળ્યા. આ સાથે જ બાંગ્લાદેશના સત્તાધારી ગઠબંધનના સભ્યો સાથે પણ પીએમ મોદીએ મુલાકાત કરી. 

— ANI (@ANI) March 26, 2021

રાજનેતાઓ ઉપરાંત પીએમ મોદીએ શુક્રવારે બાંગ્લાદેશના સ્ટાર્સ, યુવાઓ સાથે મુલાકાત કરી. જેમાં બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર્સ શાકિબ અલ હસન અને બાંગ્લાદેશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ સામેલ હતા. 

વોહરા સમુદાયના લોકો સાથે મુલાકાત
પીએમ મોદીએ ઢાકામાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરી, આ સાથે પીએમ મોદી વોહરા સમુદાયના લોકોને પણ મળ્યા. પીએમ મોદીએ વોહરા સમુદાયના લોકો સાથે ગુજરાતીમાં વાત કરી. વોહરા સમુદાયના લોકોએ કહ્યું કે અમને આશા નહતી કે પીએમ મોદીને મળી શકીશું. કારણ કે ખુબ પ્રોટોકોલ છે. પરંતુ પીએમ મોદીએ દરેક જણ સાથે મુલાકાત કરી. 

"PM Modi upon his arrival here met us. We requested him to enable the visit of Syedna sahib to Bangladesh," said the Bangladesh representative of the spiritual head of Dawoodi Bohra community pic.twitter.com/lZ2UQUeziG

— ANI (@ANI) March 26, 2021

અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે ઢાકા પહોંચ્યા, અહીં એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી શેખ હસીના પોતે તેમના સ્વાગત માટે  એરપોર્ટ પર પહોંચ્યા હતા. પીએમ મોદીને અહીં ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news