PM મોદીએ મલેશિયાના પીએમ સાથે કરી મુલાકાત, ભાગેડુ ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો
રશિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિવોસ્તોકમાં મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી.
Trending Photos
નવી દિલ્હી: રશિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિવોસ્તોકમાં મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈકના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવ્યો. જેના પર મલેશિયાના વડાપ્રધાને ઝાકિર નાઈક મામલે ભારતને પૂરેપૂરો સહયોગ આપવાની વાત કરી. બેઠકમાં નક્કી થયું કે બંને દેશોના અધિકારીઓ ઝાકિર નાઈક મામલે મુલાકાત કરીને વાર્તા કરશે.
અત્રે જણાવવાનું કે પીએમ મોદીના રશિયા પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. પીએમ મોદી આજે વ્લાદિવોસ્તોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકમાં સામેલ થશે. બેઠક અગાઉ આજે સવારે પીએમ મોદીએ જાપાનના પીએમ શિંજો આબે સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થઈ. એવું કહેવાય છે કે ભારત અને જાપાનના પીએમ વચ્ચે થયેલી વાતચીતમાં 5જી ટેક્નોલોજી, સંરક્ષણ અને વ્યાપાર પર ચર્ચા થઈ.
જુઓ LIVE TV
ભાગેડુ ઉપદેશક ઝાકિર નાઈક પર સમગ્ર મલેશિયામાં ભાષણ પર રોક લાગી છે. ત્યાંના ગૃહ મંત્રી એમ યાસીને ઝાકિર નાઈકને ચેતવણી પણ આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ પણ દેશના કાયદાથી ઉપર નથી. ઝાકિર નાઈક પણ નહીં. તેમણે કહ્યું કે નાઈકના નિવેદનોથી ખુબ અસુવિધા થઈ જેના કારણે ન્યાય સુનિશ્ચિત કરવો પડ્યો છે. ઝાકિર નાઈક પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે.
અત્રે જણાવવાનું કે ઝાકિર નાઈકની સંસ્થા Peace ટીવીના નામથી ચેનલ પણ ચલાવે છે. એટલે કે નામ Peace છે અને કામ અશાંતિનું છે. ભારતમાં આ ચેનલનું પ્રસારણ ગેરકાયદેસર છે. આમ છતાં તેની ટેક્નિકનો ઉપયોગ કરીને આ વ્યક્તિ હજુ પણ નફરતવાળા ભાષણોનો પ્રચાર અને પ્રસાર કરે છે. જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવાને લઈને પણ તેણે ભડકાઉ વાતો કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે