સાઉથ એશિયામાં આ મુદ્દે પણ પાકિસ્તાન નિષ્ફળ સાબિત થયું, WEF રિપોર્ટ મુજબ 'સ્થિતિ ખરાબ'

રિપોર્ટમાં કહેવાયું છે કે મુસાફરી અને પર્યટનની વાત કરીએ તો પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સૌથી ઓછો પ્રતિસ્પર્ધાવાળો દેશ છે. રિપોર્ટમાં એશિયા-પ્રશાંત મુસાફરી અને પર્યટન (ટીએન્ડટી) પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંક 2019 રેકિંગમાં પાકિસ્તાનને સૌથી નીચે રાખવામાં આવ્યું છે.

સાઉથ એશિયામાં આ મુદ્દે પણ પાકિસ્તાન નિષ્ફળ સાબિત થયું, WEF રિપોર્ટ મુજબ 'સ્થિતિ ખરાબ'

ઈસ્લામાબાદ: ભારત અને અન્ય પડોશી દેશો સાથે સતત પોતાના સંબંધ ખરાબ કરતું પાકિસ્તાન આમ તો અનેક રીતે ખાડામાં ગયેલો દેશ છે પરંતુ એક ટોચના ફોરમના રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે તે મુસાફરી અને પર્યટન મામલે પણ દક્ષિણ એશિયામાં સૌથી ઓછો પ્રતિસ્પર્ધાવાળો દેશ બનેલો છે. એટલે કે પાકિસ્તાન પર્યટકોને આકર્ષવામાં સાવ નિષ્ફળ છે અને ટુરિસ્ટ અહીં આવવાનું ઓછું પસંદ કરે છે. આ વાત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા પ્રકાશિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કોમ્પિટિટિવ રિપોર્ટમાં કહેવામાં આવી છે. 

રિપોર્ટમાં કહેવાયું છે કે મુસાફરી અને પર્યટનની વાત કરીએ તો પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સૌથી ઓછો પ્રતિસ્પર્ધાવાળો દેશ છે. રિપોર્ટમાં એશિયા-પ્રશાંત મુસાફરી અને પર્યટન (ટીએન્ડટી) પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંક 2019 રેકિંગમાં પાકિસ્તાનને સૌથી નીચે રાખવામાં આવ્યું છે. પાકિસ્તાને આ વર્ષે 2017ની 124ની સરખામણીએ 140માં દેશમાં 121મું સ્થાન મેળવ્યું છે. 

રિપોર્ટમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને હજુ પણ પ્રતિસ્પર્ધામાં ઘણો સુધાર કરવાની જરૂર છે. જેથી કરીને રેન્ક અને નિચલા ચતુર્થકમાંથી બહાર નીકળી શકે. 

જુઓ LIVE TV

રિપોર્ટમાં કહેવાયું છે કે જાપાન એશિયાની સૌથી વધુ પ્રતિસ્પર્ધી મુસાફરી અને પર્યટન અર્થવ્યવસ્થા છે. જે વૈશ્વિક સ્તરે ચોથા નંબરે છે. જ્યાં હાલમાં જ આંતરરાષ્ટ્રીય પર્યટક આગમન અને પ્રાપ્તિઓમાં ઉછાળો જોવા મળ્યો છે. એશિયા પ્રશાંતમાં ચીન અત્યાર સુધીની સૌથી મોટી મુસાફરી અને પર્યટન અર્થવ્યવસ્થા છે. જે વૈશ્વિક સ્તરે 13મો સૌથી વધુ પ્રતિસ્પર્ધી દેશ છે. જ્યારે ફિલિપાઈન્સે આ મામલે સુધારો દર્શાવ્યો છે. વૈશ્વિક સ્તરે 75માં સ્થાને રહેવાની સાથે તે ચાર ડગલા આગળ પણ વધ્યું છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news