ભારત-બાંગ્લાદેશ વચ્ચે પાંચ સમજુતી, પીએમ મોદીએ 109 એમ્બ્યુલન્સ અને 12 લાખ વેક્સિનના ડોઝ ભેટમાં આપ્યા
પીએમ મોદીએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને 109 એમ્બ્યુલન્સ અને કોરોના વેક્સિનના 12 લાખ ડોઝ સોંપ્યા. શેખ હસીનાએ ચાંદી અને સોનાનો સિક્સો પીએમ મોદીને ભેટમાં આપ્યો છે.
Trending Photos
ઢાકાઃ ભારત અને બાંગ્લાદેશ (india-bangladesh) વચ્ચે પાંચ મહત્વની સમજુતી પર હસ્તાક્ષર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) અને પ્રધાનમંત્રી શેખ હસીના (PM Hasina) ની હાજરીમાં બન્ને દેશો વચ્ચે સમજુતી થઈ છે. દ્વિપક્ષીય વાર્તા બાદ બાંગ્લાદેશમાં બની રહેલા રૂપપુર પરમાણુ પાવર પ્લાન્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં ભારતની વધુ ભાગીદારીનું ઉદ્ઘાટન કર્યુ હતું. સાથે બન્ને દેશો વચ્ચે હલ્દીબાટી-ચિલઘાટી રેલ રૂપ પર નવી મિતાલી એક્સપ્રેસ ટ્રેન ચલાવવાની જાહેરાત થઈ છે. આ ટ્રેન ઢાકા અને ન્યૂ જલપાઈગુડી વચ્ચે ચાલશે.
સાથે બાંગ્લાદેશમાં ભારતીય સેનાના શહીદોની સ્મૃતિમાં એક સ્મારક બનાવવાના કામનું પણ બન્ને પ્રધાનમંત્રીઓએ ઉદ્ઘાટન કર્યુ છે. ટ્રેડ અને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં ભારત કઈ રીતે બાંગ્લાદેશનો સહયોગ કરશે તેને લઈને પણ સમજુતી થઈ છે.
Bangladesh's PM Sheikh Hasina presented a gold & a silver coin released on the occasion of the birth centenary of Bangabandhu Sheikh Mujibur Rahman to PM Modi.
She also handed over a silver coin released on the occasion of the 50th anniversary of Bangladesh's Independence pic.twitter.com/CzlVJJxDDN
— ANI (@ANI) March 27, 2021
બન્ને નેતાઓ વચ્ચે ભેટનું આદાન પ્રદાન
પ્રધાનમંત્રી મોદીએ ભારત તરફથી બાંગ્લાદેશના પીએમને 109 એમ્બ્યુલન્સ અને 12 લાખ કોરોના વેક્સિનના ડોઝ ભેટમાં આવ્યા છે. તો બાંગ્લાદેશી પ્રધાનમંત્રીએ મોદીને એક ઘડિયાળ સહિત અન્ય વસ્તુ ભેટમાં આપી છે. બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ પીએમ મોદીને સોના અને ચાંદીના સિક્કા આપ્યા જે બંગબંધુ શેખ મુજીબુર રહમાનના જન્મ શતાબ્દી પર જારી કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠ પર જારી થયેલો એક ચાંદીનો સિક્કો પણ પીએમ મોદીને ભેટમાં આપ્યો છે.
આ પણ વાંચોઃ Bangladesh યાત્રાનો બીજો દિવસ: Matua સમુદાય વચ્ચે બોલ્યા PM Modi, 'આપણો મનથી મનનો સંબંધ છે'
પીએમ મોદીએ મંદિરમાં કરી પૂજા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) બાંગ્લાદેશ (Bangladesh) ની યાત્રા પર છે અને પોતાના બીજા દિવસની શરૂઆત તેમણે યશોરેશ્વરી કાલી મંદિર (Jeshoreshwari Kali Temple) માં પૂજા અર્ચના કરી છે. પીએમ મોદી ઇશ્વરપુર ગામ સ્થિત યશોરેશ્વરી કાલી મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છે. આ મંદિર ભારત અને પડોશી દેશોમાં સ્થિત 51 શક્તિ પીઠોમાંથી એક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે