પીએમ મોદીએ બર્લિનમાં ભારતીયોને કર્યા સંબોધિત, કહ્યુ- લોકોએ બનાવી મજબૂત સરકાર

PM Modi Berlin: પીએમ મોદીએ કહ્યુ કે, આજે ન હું મારી વાત કરવા આવ્યો છું અને ન મોદી સરકારની વાત કરવા આવ્યો છું. મારૂ મન કરે છે કે તમારી સાથે મન ભરીને કરોડો હિન્દુસ્તાનીઓની વાત કરૂ. 

પીએમ મોદીએ બર્લિનમાં ભારતીયોને કર્યા સંબોધિત, કહ્યુ- લોકોએ બનાવી મજબૂત સરકાર

બર્લિનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દેશોની યાત્રા પર છે અને શરૂઆત જર્મનીથી થઈ ચુકી છે. જર્મનીમાં ચાન્સલર સાથે મુલાકાત બાદ પીએમ મોદી ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરી રહ્યાં છે. પીએમ મોદીએ ભારત માતા કી જયના નારા સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી. પરંતુ આ દરમિયાન ત્યાં હાજર લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. 

તમારો પ્રેમ અને આશીર્વાદ મારી તાકાત- પીએમ મોદી
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યુ કે, તમારામાંથી ઘણા લોકો જર્મનીના અલગ-અલગ શહેરોથી બર્લિન પહોંચ્યા છે. આજે હું ચોકી ગયો છું કે અહીં ઠંડીનો સમય છે. પરંતુ ઘણા નાના બાળકો પણ સવારે 4 કલાકે આવ્યા હતા. તમારો આ પ્રેમ અને આશીર્વાદ માતી ખુબ મોટી તાકાત છે. પીએમ મોદીએ કહ્યુ- હું પહેલા પણ જર્મની આવ્યો છું, તમારામાંથી ઘણઆ લોકો ભારત આવ્યા તો મળવાની તક મળી છે. હું આજે જોઈ રહ્યુ છું કે અમારી નવી પેઢી મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. જેના કારણે યુવા જોશ છે. 

— ANI (@ANI) May 2, 2022

ભારતને ખ્યાલ છે ક્યાં જવાનું છે
પીએમ મોદીએ કહ્યુ કે, આજે ન હું મારી વાત કરવા આવ્યો છું અને ન મોદી સરકારની વાત કરવા આવ્યો છું. મારૂ મન કરે છે કે તમારી સાથે મન ભરીને કરોડો હિન્દુસ્તાનીઓની વાત કરૂ. જ્યારે હું કરોડો હિન્દુસ્તાનીઓનો ઉલ્લેખ કરુ છું કે તો તેમાં તે પણ લોકો સામેલ છે જે અહીં રહે છે. 21મી સદીમાં આ ભારતીયો માટે ખુબ મહત્વપૂર્ણ સમય છે. આજે ભારત મન બનાવી ચુક્યુ છે અને ભારતે મન બનાવી લીધુ છે. ભારત આજે સંકલ્પ લઈને આગળ વધઠી રહ્યું છે. આજે ભારતને ખ્યાલ છે કે ક્યાં જવાનું છે, ક્યારે જવાનું છે અને કઈ રીતે જવાનું છે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશની જનતાએ 2019માં સરકારને પહેલાથી વધુ મજબૂત બનાવી દીધી. ભારતને સંપૂર્ણ રીતે આગળ વધારવા માટે જે પ્રકારની નિર્ણાયક સરકાર જોઈએ તેવી સરકારને ભારતની જનતાને સત્તા સોંપી છે. હું જાણુ છું કે આશાઓનું કેટલું મોટુ આકાશ અમારી સાથે જોડાયેલું છે. હું તે પણ જાણુ છું કે મહેનતની પરાકાષ્ટા કરી ખુદને ખપાવી કોટિ-કોટિ ભારતીયોના સહયોગથી ભારત નવી ઉંચાઈ પર પહોંચી શકે છે. ભારત હવે સમય નહીં ગુમાવે. 

— ANI (@ANI) May 2, 2022

કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
પીએમ મોદીએ ભારતીયોને કહ્યુ કે, દેશ આગળ વધે છે, જ્યારે દેશના લોકો તેના વિકાસનું નેતૃત્વ કરે, દેશ આગળ વધે છે, જ્યારે દેશના લોકો તેની દિશા નક્કી કરે. હવે આજે ભારતમાં સરકાર નહીં પરંતુ કોટિ-કોટિ જન ડ્રાઇવિંગ ફોર્સમ છે. પીએમ મોદીએ કહ્યુ કે, દેશમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું છે. હવે કોઈએ કહેવું પડતું નથી કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું છું અને 15 પૈસા પહોંચે છે. તે ક્યો પંજો છે જે 85 પૈસા ઘસી લેતો હતો. પીએમ મોદીએ કહ્યુ કે, હવે ભારત નાનું વિચારતો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news