કોરિયન યુદ્ધ શરૂ થવાની 70મી વર્ષગાંઠ, સોલમાં દેખાડવામાં આવ્યો પીએમનો વીડિયો સંદેશ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરિયા યુદ્ધ શરૂ થવાની 70મી વર્ષગાંઠ પર દક્ષિણ કોરિયાના લોકો માટે એક ખાસ વીડિયો સંદેશ મોકલ્યો છે. તેને આજે સોલમાં આયોજીત કાર્યક્રમમાં દેખાડવામાં આવ્યો હતો. મોદીએ કહ્યુ કે, આ વિશેષ તક પર તેઓ તે શૂરવીરોને સલામ કરે છે.
Trending Photos
સોલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કોરિયા યુદ્ધ શરૂ થવાની 70મી વર્ષગાંઠ પર દક્ષિણ કોરિયાના લોકો માટે એક ખાસ વીડિયો સંદેશ મોકલ્યો છે. તેને આજે સોલમાં આયોજીત કાર્યક્રમમાં દેખાડવામાં આવ્યો હતો. મોદીએ કહ્યુ કે, આ વિશેષ તક પર તેઓ તે શૂરવીરોને સલામ કરે છે જેણે કોરિયન દ્વીપકલ્પમાં શાંતિ સ્થાપવા માટે પોતાના પ્રાણોની આહૂતી આપી છે. તેમણે કહ્યુ કે, ભારતે આ યુદ્ધ દરમિયાન કોરિયન દ્વીપકલ્પમાં 60 પેરા ફીલ્ડ હોસ્પિટલ બનાવીને પોતાનું યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યુ, કોરિયન દ્વીપકલ્પમાં શાંતિ જાળવવા અને તેને વધારવા માટે હું રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઈનના પ્રયાસોની પ્રશંસા કરુ છું.
કોરિયન યુદ્ધ 1950થી 53 વચ્ચે ચાલ્યું હતું. તેની શરૂઆત 25 જૂન, 1950ના ઉત્તર કોરિયાથી દક્ષિણ કોરિયા પર આક્રમણની સાથે થયું હતું. આ શીત યુદ્ધ કાળમાં લડવામાં આવ્યું અને સૌથી પહેલો અને સૌથી મોટો સંઘર્ષ હતો.
કોરિયન યુદ્ધ
આ યુદ્ધમાં એક તરફ ઉત્તર કોરિયા હતુ જેનું સમર્થન કમ્યુનિસ્ટ સોવિયત સંઘ તથા સામ્યવાદી ચીન કરી રહ્યું હતું. બીજીતરફ દક્ષિણ કોરિયા હતું જેની સાથે અમેરિકા હતું. યુદ્ધ અંતમાં કોઈ નિર્ણય વગર સમાપ્ત થયું હતું. પરંતુ તેનાથી જનધનની વ્યાપક ક્ષતિ થઈ હતી. ત્યારથી કોરિયા દ્વીપકલ્પમાં તણાવ યથાવત છે. ઉત્તર કોરિયાના તાનાશાહ ગમે ત્યારે દક્ષિણ કોરિયા પર હુમલો કરાવવાની ધમકી આપતા રહે છે.
આ દેશે બનાવી લીધી કોરોનાની વેક્સીન, નામ આપ્યું Ox1Cov-19; પ્રથમ પરીક્ષણ શરૂ
ભારતનું યોગદાન
આ વર્ષે યુદ્ધના 70 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં દક્ષિણ કોરિયાએ તે યુદ્ધમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય કર્નલ એ જી રંગરાજને મરણોપરાંત પોતાના દેશના સૌથી મોટા યુદ્ધ સન્માન વોર હીરોથી સન્માનિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. લેફ્ટિનેન્ટ કર્નલ એ જી રંગરાજની આગેવાનીમાં 60મી પેરાશૂટ ફીલ્ડ એમ્બ્યુલન્સના નોર્થ અને સાઉથ કોરિયા વચ્ચે થયેલા જંગમાં મોબાઇલ આર્મી સર્જિકલ હોસ્પિટલને ચલાવી હતી. તેઓ જે પ્લાટૂનની આગેવાની કરી રહ્યાં હતા તેમાં કુલ 627 જવાન હતા.
2.2 લાખ લોકોની કરવામાં આવી હતી સારવાર
રંગરાજ અને તેમની ટીમે આ યુદ્ધમાં ઈજાગ્રસ્ત આશરે 2.2 લાખ લોકોની સારવાર કરી હતી. કર્નલ રંજરાજે મદ્રાસ મેડિકલ કોલેજથી મેડિકલનો અભ્યાસ કર્યો અને તેઓ 1941માં સેનામાં જોડાયા હતા. 25 માર્ચ 2009માં તેમનું નિધન થયું હતું.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે