ઇમરાન ખાને આતંકી ઓસામા બિન લાદેનને ગણાવ્યો શહીદ, સંસદમાં આપ્યું વિવાદિત નિવેદન
Imran Khan Calls Osama Bin Laden Martyr: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને દેશની સંસદમાં એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે અલકાયદાના વડા ઓસામા બિન લાદેનને શહીદ ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે, પાકિસ્તાને અમેરિકાની આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં સાથ આપવાની જરૂર નહોતી.
Trending Photos
ઇસ્લામાબાદઃ આતંકવાદના ખાતમાને લઈને પાકિસ્તાનનું શું વલણ છે તે પ્રધાનમંત્રી ઇમરાન ખાને દેશની સંસદમાં આવેલા નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યું છે. વિશ્વભરમાં આતંકી હુમલાને અંજામ આપનાર અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનને ખાને શહીદ ગણાવ્યા છે. ખાનનું નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદ વિરુદ્ધ કોઈ પગલા ન ભરવા અને આતંકી સંગઠનોને આસરો આપવાના આરોપ તેમના પર લાગી રહ્યો છે.
ઇસ્લામાબાદને જાણ કર્યા વગર ઓસામાને કર્યા શહીદ
ઇસ્લામાબાદમાં પાકિસ્તાની પ્રધાનમંત્રીએ અલ કાયદાના વડા અને ખુંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને સંસદમાં શહીદ ગણાવ્યો છે. એટલું જ નહીં ખાને તે પણ કહ્યુ કે, પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ જંગમાં અમેરિકાનો સાથ આપવાની જરૂર નહતી. અમેરિકા પર વરસતા ખાને કહ્યુ કે, અમેરિકી સેનાએ પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને શહીદ કરી દીધો અને પાકિસ્તાનને જણાવ્યું પણ નહીં અને ત્યારબાદ દુનિયા પાકિસ્તાનની આબરૂના ધજાગરા કરવા લાગી હતી.
#WATCH America came inside Pakistan and killed and martyred Osama Bin Laden. After which all the countries cursed us. Pakistan has faced humiliation for many years in war on terror, says Pak PM Imran Khan in National Assembly (Video Source: Pak media) pic.twitter.com/LbfmKDAs6a
— ANI (@ANI) June 25, 2020
પાકિસ્તાને સહન કરવું પડ્યું અપમાન
ખાને કહ્યુ કે, પાકિસ્તાને અમેરિકાની આતંકવાદ વિરુદ્ધ જંગમાં પોતાના 70 હજાર લોકોને ગુમાવી દીધા હતા. ખાને કહ્યુ કે, જે પાકિસ્તાન દેશથી બહાર હતા, તેણે આ ઘટનાને કારણે અપમાનનો સામનો કરવો પડ્યો હતો. 2010 બાદ પાકિસ્તાનમાં ડ્રોન એટેક થયો અને સરકારે માત્ર નિંદા કરી હતી. તેમણે કહ્યુ કે, જ્યારે અમેરિકાના એડમિરલ મલનને પૂછવામાં આવ્યું કે, પાકિસ્તાન પર ડ્રોન હુમલા કેમ કરી રહ્યાં હતા, તો તેમણે કહ્યું કે, સરકારની મંજૂરી બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
આતંકવાદ પ્રત્યે ઇમરાનનું કુણુ વલણ
આવુ પ્રથમવાર નથી જ્યારે ઇમરાન ખાને આવુ વિવાદિત નિવેદન આપ્યુ છે. ઓસામાને લઈને પણ તેમણે કુણુ વલણ દાખવ્યુ છે. તેમણે ઘણી તકે તેને આતંકી માનવાનો પણ ઇનકાર કર્યો છે. તેઓ તાલિબાની આતંકીઓને ભાઈ પણ ગણાવી ચુક્યા છે. પહેલાની સરકારો દરમિયાન તે ડ્રોન હુમલાની ટીકા કરી ચુક્યા છે અને તેમનું કહેવુ હતુ કે જો ડ્રોન હુમલા બંધ થઈ જાય તો તાલિબાની ગતિવિધિઓ પણ બંધ થઈ જશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે