Space Mission: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મિશન માટે સાથે આવશે ભારત-અમેરિકા, વ્હાઇટ હાઉસે કરી જાહેરાત
PM Modi US Visit: સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને અવકાશ ક્ષેત્રે ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ આપવા વડાપ્રધાન મોદી આજે વ્હાઇટ હાઉસ ખાતે જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
Trending Photos
વોશિંગટનઃ India-US Space Mission 2024: ભારત-અમેરિકાએ 2024 માટે સંયુક્ત અંતરિક્ષ યાત્રી મિશનની જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે ગુરૂવાર (22 જૂન) એ કહ્યું કે ભારતે આર્ટેમિસ સંધિમાં સામેલ થવાો નિર્ણય કર્યો છે અને અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA)અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)2024માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) માટે એક સંયુક્ત મિસન મોકલવા પર સહમત થયા છે.
આર્ટેમિસ એલાયન્સ નાગરિક અવકાશ સંશોધન પર સમાન વિચાર ધરાવતા દેશોને સાથે લાવે છે. અમેરિકી પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ પ્રધાનમંત્રી મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન વચ્ચે ઓવલ ઓફિસમાં યોજાનારી બેઠક પહેલાં કહ્યું કે અંતરિક્ષના વિષય પર, અમે તે જાહેરાત કરવાના છીએ કે ભારત આર્ટેમિસ એલાયન્સ પર હસ્તાક્ષર કરી રહ્યું છે, જે માનવજાતિના ફાયદા માટે જગ્યા ચકાસણી માટે એક સંયુક્ત દ્રષ્ટિને આગળ વધારી રહ્યું છે.
પીએમ મોદી-જો બાઈડેન વચ્ચે થશે દ્વિપક્ષીય બેઠક
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને વધુ વેગ આપવા માટે આજે વ્હાઇટ હાઉસ ખાતે યુએસ પ્રમુખ જો બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. 1967ની આઉટર સ્પેસ ટ્રીટી પર આધારિત આર્ટેમિસ સંધિ, નાગરિક અવકાશ સંશોધનને માર્ગદર્શન આપવા માટે રચાયેલ બિન-બંધનકારી સિદ્ધાંતોનો સમૂહ છે.
અંતરિક્ષ મિશનને લઈને તૈયારી
આ 2025માં ચંદ્રમા પર માનવને ફરીથી મોકલવાનો અમેરિકાનો પ્રયાસ છે, જેનું લક્ષ્ય મંગળ અને અન્ય ગ્રહો સુધી અંતરિક્ષની તપાસ કરવાની છે. અધિકારીએ કહ્યું કે નાસા અને ઈસરો આ વર્ષે માનવ યુક્ત અંતરિક્ષ ઉડાન માટે એક રણનીતિક ફ્રેમવર્ક તૈયાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ સિવાય નાસા અને ઈસરો 2024માં આઈએસએસ માટે એક સંયુક્ત મિશન પર પણ સહમત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે