PM મોદીની કૂટનીતિક સફળતા, ઇટાલીનાં બદલે ભારતમાં યોજાશે જી20 સમિટ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2022માં જી-20 સમ્મેલન ભારત ખાતે યોજાશે, જેમાં ભાગ લેવા માટે હું તમામ દેશોને આમંત્રીત કરૂ છું
Trending Photos
નવી દિલ્હી : જી -20 સમિટમાં ભારતને એક મોટી સફળતા મળી છે, 2022માં જી-20 સમ્મેલન ભારતમાં આયોજીત થશે. જ્યારે દેશ પોતાનો 75મો સ્વતંત્રના દિવસ મનાવી રહ્યો હશે. આર્જેન્ટીમાં ચાલી રહેલા જી20 સમ્મેલનને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 2022માં જી20ની પ્રસ્તાવિત મેજબાની કરી રહેલા ઇટાલીને અમે વિનંતી કરી હતી કે જેનો ઇટાલીએ સ્વિકાર કર્યો છે. હવે 2021નાં બદલે ભારતમાં જી20 સમિટ ભારતમાં અને 2022માં યોજાશે.
વડાપ્રધાને કહ્યું કે, તેના માટે હું તમામ દેશોનો આભારી છું અને વિશ્વનાં તમામ દેશો 2022માં ભારત આવવા માટે આમંત્રીત કરુ છું. અગાઉ વડાપ્રધાન મોદીએ સાઉથ આફ્રીકાનાં રાષ્ટ્રપતિ સિરિલ રમફોસા સાથે મુલાકાત કરી હતી. મોદીએ તેમને 2019નાં ગણતંત્ર દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હિસ્સો લેવા માટેનું આમંત્રણ આપ્યું હતું. તેને આફ્રીકી રાષ્ટ્રપતિએ સ્વિકાર કરી લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, આર્થિક અને કૂટનીતિક મુદ્દાઓ માટે જી20 સમ્મેલન ખુબ જ મહત્વનું માનવામાં આવે છે. તે વિશ્વની મહત્વની સંસ્થાઓ છે. જેમાં 20 દેશોનાં નાણામંત્રીઓ અને કેન્દ્રી બેંકના ગવર્નર્સનું એક સંગઠન છે. જેમાં ભારત, અમેરિકા, ફ્રાંસ, જર્મની, ઇટાલી સહિતનાં 19 દેશો અને યુરોપ સંઘ પણ જોડાયેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે