પીએમ મોદીએ આઈસલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત, બંને દેશો વચ્ચે વ્યાપાર, ઉર્જા સહિત આ મુદ્દે થઈ ચર્ચા

ત્રણ દેશોના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કની રાજધાનીમાં આઈસલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. 
 

પીએમ મોદીએ આઈસલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત, બંને દેશો વચ્ચે વ્યાપાર, ઉર્જા સહિત આ મુદ્દે થઈ ચર્ચા

કોપેનહેગેનઃ પીએમ નરેન્દ્ર મોદી ત્રણ દેશોના વિદેશ પ્રવાસે છે. આજે ડેનમાર્કની રાજધાનીમાં પીએમ મોદીએ આઇસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જૈકબ્સડાટિર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન દરમિયાન બંને નેતાઓએ ઉર્જા, મત્સ્ય પાલન, વ્યાપાર જેવા ક્ષેત્રમાં સહયોગ અને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા પર વાત કરી હતી. પીએમ મોદી મંગળવારે ડેનમાર્કની રાજધાની પહોંચ્યા હતા. પીએમ મોદીએ ભારત નાર્ડિક શિખર સંમેલનમાં પણ હાજરી આપી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને નેતાઓએ જિયોથર્મલ એનર્જી, રિન્યુએબલ એનર્જી, ફિશરીઝ, ફૂડ પ્રોસેસિંગ, બ્લુ-ઈકોનોમી, આર્ક્ટિક, ડિજિટલ યુનિવર્સિટીઓ અને સંસ્કૃતિ સહિતનું શિક્ષણના ક્ષેત્રમાં આર્થિક સહયોગને વધુ મજબૂત કરવા વિશે વાતચીત કરી છે. મહત્વનું છે કે જિયોથર્મલ ક્ષેત્રમાં આઇસલેન્ડની વિશેષતા છે. બંને દેશોએ વિશ્વવિદ્યાલયો વચ્ચે સહયોગ વધારવા પર ભાર આપ્યો હતો. બંને દેશોના પ્રધાનમંત્રીઓએ પ્રાદેશિક અને વૈશ્વિક ઘટનાઓ પર પણ ચર્ચા કરી હતી. 

— Narendra Modi (@narendramodi) May 4, 2022

મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુરોપના દેશોની મુલાકાતે પહોંચ્યા છે. આ ઘટનાએ રશિયા વિરુદ્ધ યુરોપના દેશોને એક કરી દીધા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે જૈક્બ્સડાટિરના પ્રયાસોની પ્રશંસા કરી અને તેમણે આ મામલામાં ભારતની પ્રગતિ વિશે જાણકારી આપી હતી. બંને દેશોના નેતાઓએ ભારત યુરોપીય મુક્ત વ્યાપાર સંઘ  (India European Free Trade Association, EFTA)  વ્યાપાર વાર્તામાં તેજી લાવવા પર ચર્ચા કરી હતી. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ કે, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ અને ઉર્જામાં આર્થિક સંબંધને મજબૂત કરવાનો માર્ગ ખુલ્યો છે. ભારતે પોતાને ત્યાં જિયોથર્મલ ઊર્જામાં સહયોગી પરિયોજનાનું સ્વાગત કર્યું છે. બંને નેતાઓએ આર્કટિકમાં સહયોગ પર ચર્ચા કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news