વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના CEOને મળ્યા પીએમ મોદી, જાણો બેઠક સાથે જોડાયેલી મોટી વાત


PM Modi એ વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરી છે, જેમાં ઘણા મહત્વના મુદ્દે ચર્ચા થઈ છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ હાજર હતા. 

વ્હાઇટ હાઉસમાં ટોપ કંપનીઓના CEOને મળ્યા પીએમ મોદી, જાણો બેઠક સાથે જોડાયેલી મોટી વાત

PM Modi US Visit: પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. આજે તેમની અમેરિકાના ટોપ સીઈઓ સાથે બેઠક થઈ છે. જેમાં તેમણે અમેરિકા અને ભારતના વ્યાપારિક સંબંધોને નવી દિશામાં લઈ જવા સંબંધિત મુદ્દા પર વાતચીત કરી છે. 

5 પોઈન્ટ્સમાં સમજો બેઠક સાથે જોડાયેલી મોટી વાતો
1. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે અમારી ભાગીદારી આગામી સફળતા કે પછીની ડીલ કરતાં વધુ મહત્વપૂર્ણ છે, પછી ભલે તે ગમે તેટલી મોટી હોય. તે આબોહવા પરિવર્તનનો સામનો કરવા, લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા, રોગચાળાને રોકવા વિશે છે.

2. વ્હાઇટ હાઉસમાં હાઈ-ટેક હેંડશેક કાર્યક્રમમાં અમેરિકા અને ભારતના ટોપ સીઈઓની સાથે બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે પ્રતિભા અને ટેક્નોલોજીની સાથે એક આવનાર ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી આપે છે. 

— ANI (@ANI) June 23, 2023

3. આ તકે બાઇડેને કહ્યુ કે આપણો સહયોગ ન માત્ર આપણા લોકો માટે પરંતુ દુનિયા માટે ખુબ મહત્વ રાખે છે. 

4. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકનનું કહેવું છે કે ભલે આપણે તેને અમેરિકી સપનું કહીએ કે ભારતીય સપનું, આપણા લોકો અવસરમાં ઉંડો વિશ્વાસ કરે છે. તેનાથી કોઈ ફર્ક પડતો નથી કે આપણો કોણ છીએ અને ક્યાંથી છીએ.

5. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યુ કે પીએમ મોદીનું સ્વાગત કરવું અમેરિકા માટે સન્માનની વાત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news