આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે આ દેશે 'શાંતિદૂત' બની કરાવ્યો સંઘર્ષ વિરામ

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 29 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવવાની આશા સેવાઈ રહી છે. બંને દેશોએ અડધી રાતથી યુદ્ધ વિરામ લાગુ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. પહેલા અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી. 
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે આ દેશે 'શાંતિદૂત' બની કરાવ્યો સંઘર્ષ વિરામ

નાગોર્નો-કારાબાખ: આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 29 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવવાની આશા સેવાઈ રહી છે. બંને દેશોએ અડધી રાતથી યુદ્ધ વિરામ લાગુ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. પહેલા અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી. 

છેલ્લા એક મહિનાથી બંને દેશોમાં ચાલી રહ્યું છે યુદ્ધ
આર્મેનિયા અને અઝરબૈજાન દુનિયાના નક્શાના બે ટચૂકડા દેશો છે. પરંતુ આ બંને દેશો વચ્ચે નાગોર્નો કારાબાખને લઈને એક મહિનાથી ભીષણ યુદ્ધ ચાલુ છે.  જેના કારણે દુનિયાની નજર આ બે દેશો પર ટકેલી હતી. દાવો થઈ રહ્યો છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષના લગભગ 5 હજાર લોકો માર્યા ગયા છે. 

માઈક પોમ્પિઓએ આપી શાંતિ કરારની  સમજૂતિ
બંને દેશો વચ્ચેની શાંતિ સમજૂતિની અનેક કોશિશો ફેલ ગયા બાદ હાલ તો યુદ્ધના વાદળો વિખરાતા જોવા મળી રહ્યા છે. અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ જાણકારી આપી છે કે બંને દેશો યુદ્ધ વિરામ માટે તૈયાર થઈ ગયા છે. હકીકતમાં અમેરિકાએ આર્મેનિયા અને અઝરબૈજાનના વિદેશમંત્રી અને OSCE Minsk Group ની સાથે ઊંડી વાતચીતની સુવિધા આપીજેનાથી નાગોર્નો કારાબાખના સંઘર્ષને ખતમ કરવાની નજીક પહોંચી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news