Pakistani Actress Sadaf Kanwal નું વિવાદિત નિવેદન, 'પતિ જ અમારી સંસ્કૃતિ, લગ્ન બાદ મારે પતિના જૂતાં પણ ઉઠાવવાં પડશે'

પાકિસ્તાની અભિનેત્રી સદફ કંવલે કહ્યું કે ફેમિનિઝમનો અર્થ પતિની કેર કરવી અને સન્માન કરવાનું છે તે અમને શીખવાડવામાં આવ્યું છે.

Pakistani Actress Sadaf Kanwal નું વિવાદિત નિવેદન, 'પતિ જ અમારી સંસ્કૃતિ, લગ્ન બાદ મારે પતિના જૂતાં પણ ઉઠાવવાં પડશે'

 

ઈસ્લામાબાદ: પાકિસ્તાનના સામાન્ય નેતાઓથી લઈને પ્રધાનમંત્રી ઈમરાન ખાન સુધી મહિલાઓ પ્રત્યે રૂઢિવાદી અને આપત્તિજનક નિવેદન આપતાં રહે છે. હવે દેશની એક અભિનેત્રી-મોડલે આવા જ એક વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. જેના પછી તેના પર ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે. સદફ કંવલે વિવાદિત નિવેદનમાં કહ્યું છે કે પતિ જ સંસ્કૃતિ હોય છે. અને તેના જૂતાં ઉપાડવા, કપડાં પ્રેસ કરવા વગેરેનો સમાવેશ થાય છે.

...કેમ કે હું પત્ની છું:
ARY ન્યૂઝના એક શોમાં સદફ પોતાના પતિ શહરોઝ સબ્ઝવરીની સાથે આવી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે અમારા પતિ અમારી સંસ્કૃતિ છે. મેં તેમની સાથે લગ્ન કર્યા છે. મારે તેમના જૂતાં ઉપાડવા પડશે, કપડાં પ્રેસ કરવાના રહેશે, જે હું બહુ ઓછું કરું છું. પરંતુ મને ખબર છે કે તેમના કપડાં ક્યાં હોય છે. મને તેમના દરેક સામાનની ખબર હોય છે. મને ખબર હોય છે કે તેમને ક્યારે જમવું છે અને શું જમવું. કેમ કે હું તેમની પત્ની છું.

આ જ જોઈને મોટી થઈ:
તેણે આગળ કહ્યું કે તેને  આ બધું એટલે ખબર હોવી જોઈએ. કેમ કે તે એક સ્ત્રી છે અને પતિને તેના વિશે બધું જ ખબર હોય તેવી જરૂર નથી. તેણે કહ્યું કે તેને આ બધું એટલા માટે લાગે છે. કેમ કે તે આ જોઈને જ મોટી થઈ છે. તેણે કહ્યું કે ફેમિનિઝમનો અર્થ પતિની કેર કરવી અને સન્માન કરવાનું છે. આ જ તેને શીખવાડવામાં આવ્યું છે.

ટીકાઓનો વરસાદ થયો:
સદફના આ નિવેદનથી આકરી ટીકા થઈ રહી છે. કેટલાંક લોકોએ તેની ઉપર ફેમિનિઝમ અને પિતૃસત્તા જેવા સંવેદનશીલ મુદ્દાને આર્થિક ફાયદા માટે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. બીજા લોકોનું કહેવું છે કે સદફના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સમાજમાં પુરુષોને મહિલાઓથી શ્રેષ્ઠ સમજવાની માનસિકતા કઈ હદ સુધી છે કે એક તથાકથિત મોડર્ન મહિલા તેની વકીલાત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news