અમદાવાદ : બંધ પડેલી સ્કૂલની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

અમદાવાદના નિર્ણયનગર અંડર પાસ પાસે આવેલી જૂની ત્રિપદા સ્કૂલની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડને આ વિશે જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિ ટાંકીમાં પડી જતા અને તેની ઈજા થતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. 
અમદાવાદ : બંધ પડેલી સ્કૂલની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના નિર્ણયનગર અંડર પાસ પાસે આવેલી જૂની ત્રિપદા સ્કૂલની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર બ્રિગેડને આ વિશે જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિ ટાંકીમાં પડી જતા અને તેની ઈજા થતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. 

ફાયર બ્રિગેડે સ્કૂલની ટાંકીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે વ્યક્તિની ઓળખ અને તેની મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, મૃતકનું નામ ભવરલાલ વણઝારા છે. મંગળવારે મોડી રાત્રે બનાવ બન્યો હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું. 

ઘાટલોડિયા વિસ્તારના પીઆઈએ આ વિશે જણાવ્યું કે, આ સ્કૂલ કપાતમાં ગઈ હોવાને લઈને તોડી પાડવામાં આવી રહી છે. છેલ્લા દસ દિવસથી સ્કૂલને તોડવાની કામગીરી ચાલી રહી હતી. અહી લાઈટની પણ વ્યવસ્થા ન હતી. ભવરલાલ વણઝારા ડમ્પર ચાલક તરીકેનુ કામ કરતા હતા. તેઓ અકસ્માતે ટાંકીમાં પડ્યા હોવાનું હાલ કહેવાય છે. 

ભવરલાલ વણઝારાનો પરિવાર સાબરમતી વિસ્તારમાં રહે છે. તેમના સગાએ કહ્યુ કે, ભવરલાલના મૃત્યુથી તેમના ચાર બાળકો નોંધારા બન્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ બનાવ બન્યો છે. સ્કૂલની ટાંકી પાસે બેરીકેટિંગ અથવા અન્ય કોઈ વ્યવસ્થા પણ કરાઈ ન હતી. ત્યાં લાઈટની પણ વ્યવસ્થા ન હતી. જેથી આ બનાવ બન્યો હોઈ શકે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news