પાકિસ્તાનને મળશે મોટો ખજાનો, સાઉદી અરબ આપશે 7,09,15,00,00,000 રૂપિયાની ભેટ

સાઉદી અરબના પ્રિંસ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનના પહેલા પ્રવાસ પર જવાના છે અને તે દરમિયાન પાકિસ્તાનની સાથે 10 બિલિયન ડોરલથી વધારે એટલે કે લગભગ 7,09,15,00,00,000 રૂપિયાના ત્રણ મોટા એમોયૂ પર સહી કરી શકે છે.

પાકિસ્તાનને મળશે મોટો ખજાનો, સાઉદી અરબ આપશે 7,09,15,00,00,000 રૂપિયાની ભેટ

નવી દિલ્હી/ ઇસ્લામાબાદ: આર્થિક મોરચે પાછળ પાકિસ્તાનને જલ્દી સારા સમાચાર મળવાના છે. સારા સમાચાર પણ નાના-મોટા નહીં, પરંતુ તેનાથી તેમની ખરાબ આર્થિક સ્થિતિ પાટા પર આવી શકે છે. સાઉદી અરબના પ્રિંસ મોહમ્મદ બિન સલમાન પાકિસ્તાનના પહેલા પ્રવાસ પર જવાના છે અને તે દરમિયાન પાકિસ્તાનની સાથે 10 બિલિયન ડોરલથી વધારે એટલે કે લગભગ 7,09,15,00,00,000 રૂપિયાના ત્રણ મોટા એમોયૂ પર સહી કરી શકે છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનના આમંત્રણ પર પ્રિંસ સલમાન સંભવત: 16 ફેબ્રુઆરીએ પાકિસ્તાન જઇ શકે છે. જોકે, આ તેમનો પહેલો પ્રવાસ હશે. આ પ્રવાસમાં તેઓ ત્રણ મોટા દેશોની સરકાર વચ્ચે ત્રણ મોટા કરાર પર સહી કરશે. આ જાણકારી બોર્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ (Bol)ના ચેરમેન હારૂન શરીફે આપી છે. આ કરાર ઓઇલ રિફાઇનિંગ, લિક્વિફાઇડ નેચરલ ગેસ (એલએનજી) અને મિનરલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કરવામાં આવશે.

આ કરાર ઉપરાંત પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે ઘણા વ્યાપારિક કરાર પણ થઇ શકે છે. કેમકે સાઉદીના 40 ટોપ બિઝનેસમેનનો એક સમૂહ પણ પ્રિંસની સાથે પાકિસ્તાન આવી રહ્યું છે. આ પ્રતિનિધિમંડળ સ્થાનિક વ્યાપારીઓ સાથે મુલાકત પણ કરશે. આશા છે કે યાત્રા દરમિયાન કેટલાક અન્ય ખાનગી સ્તરે પણ કરાર થઇ શકે છે.

ઓઇલ રિફાઇનરી વિશે વાત કરતા શરીફે જણાવ્યું કે ‘સાઉદી અરબ 8 બિલિયન ડોલરના ખર્ચથી ગ્વાદરમાં ઓઇલ રિફાઇનરી પણ શરૂ કરશે. વિદેશી રોકણ અન્ય તેઓ સ્થાનિક લોકોને પણ રોજગારની તક આપશે. જોકે તેઓ (સાઉદી) રિફાઇનરીની સાથે એક પેટ્રોકેમિકલ પરિસરની પણ સ્થાના કરે છે, તો તેના માટે અરબો ડોલરથી વધારેનું રોકાણ કરવાની જરૂર પડશે.’

Bol પ્રમુખે કહ્યું કે સાઉદી સરકાર ગ્વાદરમાં એક ઓઇલ રિફાઇનરીની સ્થાપના કરવા માટે ઉત્સુક હતી અને તેમને આ સંબંધમાં સંભવના રિપોર્ટ તૈયાર કરવાનો આગ્રહ કર્યો હતો.

સાઉદી અરબના ગ્વાદરમાં રોકાણતી ચીનની પ્રતિક્રિયાને લઇને શરીફે કહ્યું કે ચીનને ત્યાં ઓઇલ રિફાઇનરી લગાવવા પર કોઇ વાંધો નથી. તેમણે જણાવ્યું કે, હકિકતમાં જે ક્ષેત્રમાં સાઉદી રિફાઇનરીની સ્થાપના કરશે, ત્યાં એક અભ્યાસ બાદ નક્કી કરવામાં આવસે. જોકે, આ ચીન-પાકિસ્તાનના આર્થિક કોરિડોર (CPEC)થી ઘણી દૂર હશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news