Pakistan: આકરી ટીકા બાદ હવે સાન ઠેકાણે આવી, ઈસ્લામાબાદમાં બનશે પહેલું હિન્દુ મંદિર

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પ્રથમ હિન્દુ મંદિરના નિર્માણનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.

Pakistan: આકરી ટીકા બાદ હવે સાન ઠેકાણે આવી, ઈસ્લામાબાદમાં બનશે પહેલું હિન્દુ મંદિર

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં પ્રથમ હિન્દુ મંદિરના નિર્માણનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. આલોચના બાદ ઈમરાન ખાન સરકારે મંદિર માટે જમીન ફાળવણી બહાલ કરી છે. આ અગાઉ કટ્ટરપંથીઓ આગળ સરન્ડર કરતા મંદિરને અપાયેલી જમીન પાછી લઈ લીધી હ તી. હવે CDA (રાજધાની વિકાસ પ્રાધિકરણ)એ જણાવ્યું કે જે નોટિફિકેશન હેઠળ જમીન ફાળવણી  રદ કરાઈ હતી તે નોટિફિકેશન પાછું ખેંચી લેવાયું છે. 

ફેબ્રુઆરીમાં રદ કરાઈ હતી ફાળવણી
અમારી સહયોગી વેબસાઈટ WION એ ડોનના હવાલે જણાવ્યું છે કે ઈસ્લામાબાદમાં એચ-9/2 માં ચાર કનાલ (0.5 એકર) જમીન 2016માં પ્રથમ હિન્દુ મંદિર, સ્મશાન અને સામુદાયિક કેન્દ્રના નિર્માણ માટે ફાળવવામાં આવી હતી. ત્યારબાદ લઘુમતીઓ વિરોધી તબક્કાના કારણે મામલો સતત અટકતો રહ્યો. અત્રે જણાવવાનુંકે CDA ના વકીલ જાવેદ ઈકબાલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં એક સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે નાગરિક એજન્સી દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં હિન્દુ મંદિર માટે અપાયેલી જમીનની ફાળવણી રદ કરવામાં આવી હતી. 

CDA આદેશ ખોટો સમજ્યો
એક અધિકારીએ જણાવ્યું કે CDA ફક્ત સરકારના આદેશોનું પાલન કરતું હતું, જેમાં વિભિન્ન કાર્યાલયો, વિશ્વવિદ્યાલયો અને અન્ય સંસ્થાનોને ફાળવવામાં આવેલી એવી જમીનની ફાળવણી રદ કરવાનું કહેવાયું હતું જેના પર કોઈ નિર્માણ કાર્ય શરૂ કરાયું નથી. જો કે અધિકારીએ એમ પણ કહ્યું કે એજન્સીએ આદેશની ખોટી વ્યાખ્યા કરી. તેમણે કહ્યું કે આશા છે કે હવે બધુ સ્પષ્ટ થઈ જશે. 

2016માં જ મળી ગઈ હતી જમીન
ગત વર્ષ જુલાઈમાં કટ્ટરપંથી ઈસ્લામી સમૂહોએ સરકારી ધનથી હિન્દુ મંદિરના નિર્માણને લઈને ખુબ સરકારની ટીકા કરી હતી. ત્યારબાદ CDA એ હિન્દુ સમુદાયને ભૂખંડની ચારેબાજુ દીવાલો બનાવતા રોક્યા હતા. જો કે ડિસેમ્બરમાં પ્રશાસન તરફથી મંદિરની ચારેબાજુ દીવાલો બનાવવાની મંજૂરી આપી દીધી હતી. નોંધનીય છે કે ઈસ્લામાબાદમાં એક પણ હિન્દુ મંદિર કે હિન્દુઓ માટે કોઈ સ્મશાન ઘાટ નથી. હિન્દુ સમુદાયના પ્રયત્નો અને પાકિસ્તાનના માનવાધિકાર આયોગના નિર્દેશ પર CDA એ 2016માં સમુદાયને ચાર કનાલ ભૂમિ ફાળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news