ભારત-પાકિસ્તાન વચ્ચે કોઇ પણ પરિસ્થિતીમાં યુદ્ધ શક્ય નથી: ઇમરાન ખાન

કાશ્મીર મુદ્દે ચર્ચા કરતા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, કાશ્મીર મુદ્દાનાં ઉકેલ માટે વાતચીત એક માત્ર રસ્તો છે

ભારત-પાકિસ્તાન વચ્ચે કોઇ પણ પરિસ્થિતીમાં યુદ્ધ શક્ય નથી: ઇમરાન ખાન

ઇસ્લામાબાદ : ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીર મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કાશ્મીર મુદ્દે બંન્ને દેશો વચ્ચે અનેક યુદ્ધો પણ થઇ ચુક્યા છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને આ મુદ્દે ચર્ચા કરતા કહ્યું કે, યુદ્ધ કાશ્મીર મુદ્દાનો ઉકેલ નથી. ઇમરાને પત્રકારોને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, કાશ્મીર મુદ્દાને યુદ્ધથી નહી પરંતુ વાતચીત દ્વારા જ ઉકેલ આવી શકે છે.

જ્યા સુધી કોઇ વાતચીત ચાલુ નથી થતી, ત્યા સુધી કાશ્મીર મુદ્દાને ઉકેલવાનાં અલગ અલગ વિકલ્પો પર ચર્ચા થઇ શકે નહી. આ મુદ્દાને ઉકેલવાની ફોર્મ્યુલા અંગે પુછવામાં આવતા ઇમરાને કહ્યું કે, તેનો બે કે ત્રણ વર્ષમાં સમાધાન છે, જે અંગે ચર્ચા કરવામાંઆવી છે. જો કે તેમણે આ અંગે વધારે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું અને કહ્યું કે, આ અંગે હાલ કોઇ પણ ચર્ચા કરવી ખુબ જ ઉતાવળ ગણાશે. 

ભારત સાથે કાશ્મીર કે અન્ય કોઇ મુદ્દે યુદ્ધની શક્યતાઓ અંગે પુછાતા તેમણે યુદ્ધની શક્યતાઓને ફગાવતા પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે, પરમાણુ હથિયાર સંપન્ન બે દેશો યુદ્ધ ક્યારે પણ કરી શકે નહી. કારણ કે તેનું પરિણામ હંમેશા ખતરનાક હોય છે. તેમણે કહ્યું કે, ભારતની સાથે શાંતિપુર્ણ સંબંધન બનાવવા માટે પાકિસ્તાન ખુબ જ ગંભીર છે. પાકિસ્તાનની સેના અને તેમની સરકાર પણ આવી જ ઇચ્છા ધરાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news