F-16 વિમાન તોડી પાડ્યાના પુરાવા પર હચમચાયું પાકિસ્તાન, બોલવા લાગ્યું સફેદ જુઠાણું

ભારતીય વાયુસેનાએ 27 ફેબ્રુઆરીએ કરેલા હવાઇ હુમલામાં અફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યાના પુખ્તા પુરાવા હોવાની વાત કરી તો પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. પાકિસ્તાન દર વખતની જેમ જુઠ્ઠા નિવેદનો આપી ભારતના દાવાને નકારી રહ્યું છે.

F-16 વિમાન તોડી પાડ્યાના પુરાવા પર હચમચાયું પાકિસ્તાન, બોલવા લાગ્યું સફેદ જુઠાણું

ઇસ્લામાબાદ: ભારતીય વાયુસેનાએ 27 ફેબ્રુઆરીએ કરેલા હવાઇ હુમલામાં અફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યાના પુખ્તા પુરાવા હોવાની વાત કરી તો પાકિસ્તાન હચમચી ઉઠ્યું છે. પાકિસ્તાન દર વખતની જેમ જુઠ્ઠા નિવેદનો આપી ભારતના દાવાને નકારી રહ્યું છે. પાકિસ્તાનની સેનાએ સોમવારે કહ્યું કે ભારત જમ્મૂ કાશ્મીરના નૌશેરામાં હવાઇ સંધર્ષમાં પાકિસ્તાનના લડાકુ વિમાન એફ-16ને તોડી પાડ્યાના પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું છે.

પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યું ભારત
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કર્યું, ‘વાંર-વાર કહેવાથી જુઠાણું સત્યમાં ફેરવાઇ જતું નથી. એફ-16ને તોડી પાડવાના પુરાવા હોવાનો દાવો કરવા છતાં ભારતીય વાયુસેના પુરાવા દેખાડવામાં નિષ્ફળ રહ્યું છે.’

ભારતે જાહેર કરી તસવીરો
ભારતીય વાયુસેનાના એર વાઇસ માર્શલ આર.જી.કે. કપૂરે મીડિયા બ્રિફિંગમાં ભારતીય વાયુસેનાની તરફથી પાકિસ્તાની વાયુસેનાના એફ-16 લાડાકુ વિમાનને તોડી પાડવાના સંબંધિત રડાર તસવીરો જાહેર કરી છે.

તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેનાની પાસે ઘણી વિશ્વસનીય સૂચના અને સાક્ષી છે જે સ્પષ્ટ સંકેત આપે છે કે 27 ફેબ્રુઆરીના હવાઇ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાની વાયુસેનાએ તેમના એક એફ-16 વિમાનને ગુમાવ્યું છે.

પાકિસ્તાન ના પહોંચાડી શક્યું નુકસાન
આરજીકે કપૂરે કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે 27 ફેબ્રુઆરીએ બે લડાકુ વિમાન તોડી પાડ્યા હતા. તેમાંથી એક ભારતીય વાયુસેનાનું મિગ-21 લડાકુ વિમાન હતું, જ્યારે બીજુ પાકિસ્તાનનું એફ-16 વિમાન હતું. પાકિસ્તાનનું એફ-16 વિમાનની ઓળખ તેમના ઇલેક્ટ્રોનિક સિગ્નેચર અને રેડિયો ટ્રાન્સક્રિપ્ટસથી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખી અમે આ સૂચના સાર્વજનિક કરી નહતી.

તેમણે કહ્યું કે, ભારતીય વાયુસેના પાસે પાકિસ્તાનના એફ-16 વિમાન તોડી પાડ્યાના ઘણા વિશ્વસનીય પુરાવા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની વિમાન કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડી શક્યા નહોતા. પાકિસ્તાની વિમાનોને એરબોર્ન વોર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ (AWACS) દ્વારા તાત્કાલીક પકડી પાડવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનના વિમાનોએ ત્રણ ગ્રુપમાં દેશની બોર્ડરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news