જ્યારે સામાન્ય બાબતે ઇમરાન ખાનના મંત્રીએ અમેરિકાને આપી ધમકી: વાત વણસી
પાકિસ્તાની વડાપ્રધાને પદ સંભાળ્યાના ગણત્રીના દિવસોમાં જ મંત્રીઓએ ભાંગરો વાટવાની શરૂઆત કરી દીધી, અમેરિકા સાથે સંબંધો વધારે વણસ્યા
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સામે નવુ સંકટ પેદા થઇ ગયું છે. આતંકવાદ મુદ્દે અમેરિકા સાથેનું ઘર્ષણ એક નાનકડી વાતનાં કારણે વધી ગયું છે. ટ્રમ્પનાં એક અધિકારીએ ઇમરાન ખાનને પાકિસ્તાનનું વડાપ્રધાન પદ સંભાળવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ આતંકવાદને ઉખેડી ફેંકવા માટે ઇમરાન ખાન અને તેમના તંત્રને તાકીદ કરી હતી.
જો કે ઇમરાન ખાનનાં મંત્રીઓનું કહેવું છે કે શુભકામનાની વાત સાચી છે પરંતુ આતંકવાદના મુદ્દે ઇમરાન ખાન અને અમેરિકી વિદેશ મંત્રી પોમ્પિયો વચ્ચે કોઇ જ વાતચીત થઇ નથી. જો કે અમેરિકી ટ્રમ્પ સરકારે આ વાતચીતનો હવાલો ટાંકીને પ્રેસ રિલિઝ પણ જાહેર કરી દીધી હતી. જો કે ઇસ્લામાબાદે આ અહેવાલોને રદ્દીયો આપ્યો હતો. સાથે જ અમેરિકી સરકારને તાત્કાલીક રીતે ફગાવી દેવાની માંગ કરી છે. પોમ્પિયો 5 સપ્ટેમ્બરના રોજ ઇસ્લામાબાદની યાત્રા કરવાની આશા છે.
અમેરિકાએ આતંકવાદનો ઉકેલ લાવવા માટે કહ્યું હતું
અમેરિકી વિદેશ મંત્રાલયે આ અંગે એક રિલિઝ ઇશ્યું કરીને જણાવ્યું કે, વિદેશમંત્રી માઇકલ આર.પોંપિયોએ પાકિસ્તાનનાં વડાપ્રધાનને જીતની શુભકામના આપી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા, ઇમરાન ખાનની સાથે મળીને આગળ ચાલવા માટે તૈયાર છે, જો કે આ સાથે જ પાકિસ્તાને વડાપ્રધાન સાથે આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક રીતે ઉકેલવા માટે કહ્યું. અફઘાન તાલિબાન અને અન્ય આતંકવાદી સંગઠનોએ પાકિસ્તાન દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ સમર્થન આપવાથી અમેરિકા લાંબા સમયથી પરેશાન રહ્યું છે જેના કારણે ટ્રમ્પ તંત્રને ઇસ્લામાબાદને ચેતવણી આપવી પડી અને આ દેશની આર્થિક સૈન્ય સહાયતામાં ઘટાડો કરવો પડ્યો.
અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયા અંગે પણ ચર્ચા કરી.
વિદેશી વિભાગના પ્રવક્તા હીથર નાઉર્ટે એક નિવેદનમાં કહ્યું કે ભોજનની સાથે પોતાની વાતચીત પોમ્પિયોએ યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની મહત્વની ભુમિકા અંગે પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, પોમ્પિયોએ પાકિસ્તાનની જમી પર સંચાલિત થઇ રહેલા તમામ આતંકવાદીઓની વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો અને અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયાને આગળ વધારવામાં તેની મહત્વની ભુમિકા પર ચર્ચા કરી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે