Open Hotel: ખુલ્લામાં રહેવાનું, નથી છત કે દીવાલ....તો પણ આ હોટલ માટે ખુબ પડાપડી, ખાસ જાણો ક્યાં છે

Open Hotel Fare and Facilities: સામાન્ય રીતે આપણે બહાર ફરવા જઈએ તો શું આપણે એવી હોટલમાં રહેવાનું પસંદ કરીએ કે જેની ઉપર ન તો છત હોય કે ન તો દીવાલ? પરંતુ આમ છતાં આવી હોટલ માટે પડાપડી થાય છે અને ત્યાં એક રાત રહેવાનું ભાડું 15,000 રૂપિયા જેટલું છે. 

Open Hotel: ખુલ્લામાં રહેવાનું, નથી છત કે દીવાલ....તો પણ આ હોટલ માટે ખુબ પડાપડી, ખાસ જાણો ક્યાં છે

Open Hotel in Switzerland: જ્યારે પણ આપણે બહાર ફરવા જઈએ ત્યારે રોકાવા માટે હોટલ કે ગેસ્ટ હાઉસ બૂક કરીએ છીએ. ત્યાં રહેવાની સાથે સાથે ભોજન અને જરૂરી સુરક્ષા પણ મળી જાય છે. પરંતુ જો તમને કોઈ એવું કહે કે દુનિયામાં એક હોટલ એવી પણ છે જેની ન તો છત છે, ન કોઈ દીવાલ કે નથી કોઈ બિલ્ડિંગ. આ જોઈને તમે પણ નિશ્ચિતપણે ચોંકી જશો. પરંતુ આ પ્રકારની હોટલ કોઈ સપનું નથી પણ સત્ય છે. 

પર્વત શીખર પર બનેલી છે ઓપન હોટલ
ખુલ્લામાં બેનેલી આ વિચિત્ર હોટલ દુનિયાના સૌથી સુંદર કહેવાતા દેશ સ્વિટ્ઝરેલન્ડમાં ગોબ્સી નામના પર્વત શીખર પર બનેલી છે. આ હોટલનું નામ નલ સ્ટર્ન છે. પર્વત શિખર પર બનેલી આ ઓપન હોટલમાં ખુલ્લામાં એક ડબલ બેડ રાખ્યો છે. તે બેડ પર લાઈટિંગની વ્યવસ્થા છે. ત્યાં મનોરંજન માટે ટીવી પણ લગાવેલું છે. ત્યાં રૂમ સર્વિસ પણ ઉપલબ્ધ છે. જે બેડની સફાઈ, ભોજન-પાણીની વ્યવસ્થા સંભાળે છે. 

બુકિંગ માટે લોકો કરે છે લાંબુ વેઈટિંગ
આ અજીબ હોટલને થોડા દિવસ પહેલા પર્યટકો માટે ઓપન મૂકવામાં આવી હતી. ત્યાં એક રાત પસાર કરવાનું ભાડું 15 હજાર રૂપિયાથી વધુ છે. અહીં રોકાવવાનું, ભોજન અને સેફ્ટી સિક્યુરિટી સામેલ છે. આ હોટલની લોકપ્રિયતા એટલી વધુ છે ત્યાં રોકાવવા માટે લોકો એડવાન્સ પૈસા આપીને રાહ જુએ છે. 

પ્રાકૃતિક વાતાવરણનો આનંદ લે છે લોકો
આ ઓપન હોટલમાં બાથરૂમ નથી. તેના માટે પર્યટકોએ બેડથી ઉઠીને લગભગ 5 મિનિટના અંતર સુધી પગપાળા જવું પડે છે. ત્યાં તેમના માટે ન્હાવા-ધોવાની તમામ વ્યવસ્થા છે. ખુલ્લામાં બનેલી આ હોટલમાં પર્યટકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડ્સની તૈનાતી રહે છે. જો કેતેઓ બેડથી થોડા અંતરે રહે છે. આ ઓપન હોટલના બેડ પર સૂતેલા પર્યટકો રાતમાં પર્વતની ચોટી પર અને નીચે વહી રહેલી નદીઓને જોતા રહે છે અને એક અદભૂત રોમાંચનો લ્હાવો લે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news