ગમે તેટલું કરો...આ શહેરમાં ફક્ત 24 કલાક જ ટકે છે લગ્ન, કારણ જાણીને વિશ્વાસ નહીં કરી શકો

ગમે તેટલું કરો...આ શહેરમાં ફક્ત 24 કલાક જ ટકે છે લગ્ન, કારણ જાણીને વિશ્વાસ નહીં કરી શકો

એમા કોઈ શક નથી કે દરેક દેશ કે શહેર,  કસ્બામાં તમને લગ્ન કરવાની રીત અને તેના રીતિ રિવાજ એકદમ અલગ જોવા મળશે. ભારતીય સમાજમાં જ્યાં લગ્ન કોઈ તહેવારથી કમ નથી હોતા તો  વિદેશમાં લગ્ન કોઈ પંડિત અને મંત્ર-જાપ વગર થાય છે. જો કે લગ્ન સાથે જોડાયેલી રિચુઅલ્સ અલગ અલગ કેમ ન હોય પરંતુ આ તમામ રિચુઅલ્સ દુલ્હા દુલ્હનની ખુશહાલ જિંદગી માટે જ કરાય છે. 

એવું માનવામાં આવે છે કે લગ્ન બાદ વ્યક્તિનું જીવન સેટલ થઈ ગયું છે અને તેને સમાજિક રીતે એક સાથે રહેવાનું એક્સેપ્ટન્સ મળી ગયું છે. પરંતુ આ દુનિયાના એક શહેરમાં લગ્ન અંગે એવા અજબ ગજબ રીતિ રિવાજ કરવામાં આવે છે કે જેને જોઈને તમે ચોંકી જશો. 

લગ્નની અજીબ પરંપરા
વાત જાણે એમ છે કે આ દેશ કોઈ અન્ય નહીં પરંતુ આપણો પાડોશી દેશ ચીન છે. જ્યાં કેટલાક વિસ્તારોમાં લગ્ન ફક્ત 24 કલાક માટે જ માન્ય હોય છે. મીડિયા રિપોર્ટ મુજબ ચીનમાં ગરીબીના કારણે જે લોકો લગ્ન દરમિયાન પોતાની વહુને ભેટ અને પૈસા આપી શકતા નથી તેમના લગ્ન થતા નથી. આવામાં ત્યાંના છોકરા એક અનોખા લગ્ન કરે છે. જેના કારણે તેમના પર પરિણીતનો થપ્પો લાગી જાય. 

શું હોય છે આ લગ્ન?
અમે જે અનોખા લગ્નની વાત કરી રહ્યા છીએ તે ચીનમાં હુબેઈ પ્રોવિન્સમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં થાય છે. અહીં છોકરા છોકરીઓ ફક્ત 24 કલાક માટે લગ્ન કરે છે. આ લગ્નોની સૌથી ખાસ વાત એ છે કે તેમના માટે કોઈ મોટો કાર્યક્રમ રાખવામાં આવતો નથી કે કોઈ મહેમાન માટે ખાણીપીણીની વ્યવસ્થા હોતી નથી. આ પ્રકારીના લગ્ન  ખુબ જ ગોપીનીય રીતે થાય છે. અત્રે જણાવવાનું કે વીતેલા 6 વર્ષમાં આ ચલણ ઝડપથી વધ્યું છે. 

એક દિવસના લગ્ન કેમ?
હકીકતમાં ચીનમાં લગ્ન માટે છોકરાના પરિવાર અને છોકરીના પરિવારે ખુબ ખર્ચો કરવો પડે છે. આવામાં મોટાભાગના છોકરા લગ્ન વગર જ રહી રહ્યા છે. પરંતુ સમસ્યા એ છે કે ચીનમાં છોકરાનું કુવારાં મરી જવું એ શુભ મનાતું નથી. આ કારણ છે કે છોકરા પોતાની સિંગલ હોવાની ઓળખ છૂપાવવા માટે એક દિવસ માટે લગ્ન કરે છે. અત્રે જણાવવાનું કે ચીનના કેટલાક ખાસ વિસ્તારોમાં એવી પણ પરંપરા છે કે જો કોઈ છોકરાનું મૃત્યુ લગ્ન વગર થાય તો વિદાય આપતી વખતે પણ તેના લગ્ન કરી દેવાય છે. 

લગ્ન બાદ છોકરીઓનું શું
આવામાં મોટો સવાલ એ છે કે લગ્ન બાદ એ છોકરીઓનું શું થાય જે એક દિવસ માટે દુલ્હન બને છે. હકીકતમાં એક દિવસની દુલ્હન બનતી છોકરીઓને ખુબ  પૈસા આપવામાં આવે છે. ચીનમાં હાલ આવા એક દિવસના લગ્નનો ધંધો ખુબ ફુલ્યો ફાલ્યો છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news