ઓમિક્રોનના કેસમાં ઘટાડો, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ સબ વેરિએન્ટ BA.2 ને લઈને આપી ચેતવણી
Omicron Variant: વિશ્વ આરોગ્ય સંસ્થામાં કોવિડ-19 તકનીકી પ્રમુખ મારિયા વાન કેરખોવે ગુરૂવારે એક બ્રીફિંગમાં કહ્યું- વાયરસ વિકસિત થઈ રહ્યો છે અને ઓમિક્રોનમાં ઘણા ઉપ-વંશ છે, જેને અમે ટ્રેક કરી રહ્યાં છીએ.
Trending Photos
નવી દિલ્હીઃ ઓમિક્રોન વેરિએન્ટ વિશ્વભરમાં ધીમો પડી રહ્યો છે. ઘણા દેશ સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા આકરા પ્રતિબંધો હટાવી રહ્યાં છે. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક અધિકારીએ ઓમિક્રોન સબ-સ્ટ્રેન સંબંધિત એક નવી ચિંતા વ્યક્ત કરી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થામાં કોવિડ-19 તકનીકી પ્રમુખ મારિયા વાન કેરખોવે ગુરૂવારે એક બ્રીફિંગમાં કહ્યું- વાયરસ વિકસિત થઈ રહ્યો છે અને ઓમિક્રોનમાં ઘણા ઉપ-વંશ છે, જેને અમે ટ્રેક કરી રહ્યાં છીએ. અમારી પાસે BA.1, BA.1.1, BA.2 અને BA.3 છે. આ ખરેખર ખુબ અવિશ્વસનીય છે કે કેમ ઓમિક્રોન, ચિંતાનો નવો વેરિએન્ટ વિશ્વભરમાં ડેલ્ટાથી આગળ નિકળી ગયો છે. તેમણે કહ્યું- મોટાભાગના અનુક્રમ ઉપ-વંશ BA.1 છે. અમે બીએ.2ના દ્રશ્યોના અનુપાતમાં વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ.
'BA.2 વધુ ટ્રાન્સમિસિબલ છે
એક ઉપ-વંશ વિશે ચિંતા વ્યક્ત કરતા વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીએ કહ્યું કે, બીજાની તુલનામાં "BA.2 વધુ ટ્રાન્સમિસિબલ છે. ડબ્લ્યૂએચઓએ આ બ્રીફિંગનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોની સાથે કરવામાં આવેલા ટ્વીટમાં ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, પાછલા સપ્તાહે કોવિડ- 19થી લગભગ 75000 લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર BA.2 હવે વિશ્વભરમાં નોંધાયેલા પાંચ નવા ઓમાઇક્રોન મામલામાંથી એક માટે જવાબદાર છે.
In the last week alone, almost 75,000 deaths from #COVID19 were reported to WHO.
Dr @mvankerkhove elaborates on Omicron and its sub-lineages transmission and severity ⬇️ pic.twitter.com/w53Z25npx2
— World Health Organization (WHO) (@WHO) February 17, 2022
કેરખોવે કહ્યું- અંતમાં ઓમાઇક્રોન હળવો નથી પરંતુ ડેલ્ટાથી ઓછો ગંભીર છે. હજુ અમે ઓમાઇક્રોનના દર્દીઓની હોસ્પિટલની મહત્વપૂર્ણ સંખ્યા જોઈ રહ્યાં છીએ. અમે મોટી સંખ્યામાં મૃત્યુ જોઈ રહ્યાં છીએ. આ સામાન્ય કોલ્ડ નથી, આ ઇન્ફ્લૂએન્જા નથી. આપણે હજુ સાવધાન રહેવું પડશે.
સંક્રમણની એક નવી લહેર યુરોપના પૂર્વ તરફ વધી રહી છે
મંગળવારે એક બ્રીફિંગમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમણની એક નવી લહેર યૂરોપના પૂર્વ તરફ વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓએ રસીકરણ અને અન્ય ઉપાયોમાં સુધાર કરવાનો આગ્રહ કર્યો છે. છેલ્લા બે સપ્તાહમાં આર્મેનિયા, અઝરબૈજાન, બેલારૂસ, જોર્જિયા, રશિયા અને યૂક્રેનમાં કોરોનાના કેસ ડબલ થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે