Ukraine Crisis: એર ઈન્ડિયા ભારત અને યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઇટનું કરશે સંચાલન, આ રીતે કરાવી શકો છો બુકિંગ
Ukraine Crisis: એર ઈન્ડિયા 22, 24 અને 26 ફેબ્રુઆરી 2022ના ભારત-યુક્રેન (બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ) વચ્ચે ત્રણ ઉડાનો સંચાલિત કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ યુક્રેન સંકટ વચ્ચે એર ઈન્ડિયા ભારત અને યુક્રેન વચ્ચે ત્રણ ઉડાનોનું સંચાલન કરશે. એર ઈન્ડિયા 22, 24 અને 26 ફેબ્રુઆરીના ભારત-યુક્રેન (બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ) વચ્ચે ત્રણ ઉડાનોનું સંચાલન કરશે. આ ઉડાનો માટે બુકિંગ શરૂ થઈ ગયું છે અને એર ઈન્ડિયાની બુકિંગ ઓફિસ, વેબસાઇટ, કોલ સેન્ટર અને સત્તાવાર ટ્રાવેલ એજન્ટોના માધ્યમથી કરાવી શકાય છે.
પરંતુ હજુ સુધી ભારત સરકારે યુક્રેનમાં રહેતા ભારતીયોને પરત બોલાવવાના સંબંધમાં કોઈ જાહેરાત કરી નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે કહ્યુ હતુ કે યુક્રેન-રશિયા સરહદ પર ખરેખર શું થઈ રહ્યું છે તે વિશે અમે મજબૂતીથી કંઈ કહી શકીએ નહીં. જ્યાં સુધી સ્થિતિની ગંભીરતાનો સવાલ છે, તે સ્પષ્ટ છે કે જ્યારે અમે કોઈ એડવાઇઝરી જાહેર કરીએ તો એક સમીક્ષા બાદ કરીએ છીએ. પરંતુ હજુ સુધી ત્યાંથી લોકોને કાઢવા વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
Air India will operate 3 flights between India-Ukraine (Boryspil International Airport) on Feb 22, Feb 24 & Feb 26, 2022. Booking is open through Air India booking offices, website, call centre & authorised travel agents: Air India pic.twitter.com/5XAFfspdvj
— ANI (@ANI) February 18, 2022
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, 'યુક્રેનની સ્થિતિ પર અમારી નજર છે. હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે તથા કીવ અને દિલ્હીમાં કંટ્રોલ સ્થાપિત કરવામાં આવ્યો છે. દૂતાવાસ સામાન્ય રીતે કામ કરી રહ્યું છે.' તેમણે કહ્યું કે, ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ભારતની સ્થિતિ સ્પષ્ટ છે, અમે તણાવ તત્કાલ ઓછો કરવાના હકમાં છીએ અને સમાધાન કૂટનીતિક વાર્તાઓ દ્વારા કાઢવાના પક્ષમાં છીએ.
ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેન સાથે લાગેલી સરહદ પર આશરે એક લાખ સૈનિકોને તૈનાત કર્યા છે અને નૌસેના અભ્યાસ માટે કાળા સાગરમાં સબમરીન મોકલી રહ્યું છે. તેના કારણે નાટો દેશોને આશંકા છે કે રશિયા યુક્રેન પર હુમલો કરી શકે છે. પરંતુ રશિયા યુક્રેન પર હુમલાનો ઇનકાર કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે