નાગરિકો ટળવળે અને Kim Jong Un એ પરિવાર સહિત ગૂપચૂપ રીતે મૂકાવી લીધી કોરોના રસી?

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને દેશમાં કોરોનાના દર્દીઓને તેમના હાલ પર છોડી દીધા છે અને સૌથી પહેલા કોવિડ-19ની રસી પોતે અને પોતાના પરિવારને અપાવી દીધી છે. આ રસી કિમ જોંગ ઉન અને તેના પરિવારે ગત બે ત્રણ અઠવાડિયામાં લીધી છે. 
નાગરિકો ટળવળે અને Kim Jong Un એ પરિવાર સહિત ગૂપચૂપ રીતે મૂકાવી લીધી કોરોના રસી?

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને દેશમાં કોરોનાના દર્દીઓને તેમના હાલ પર છોડી દીધા છે અને સૌથી પહેલા કોવિડ-19ની રસી પોતે અને પોતાના પરિવારને અપાવી દીધી છે. આ રસી કિમ જોંગ ઉન અને તેના પરિવારે ગત બે ત્રણ અઠવાડિયામાં લીધી છે. 

ન્યૂઝ એજન્સી રોયટર્સે જાપાનના બે ઈન્ટેલિજન્સ સૂત્રોના રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે કિમ જોંગ ઉન ઉપરાંત ઉત્તર કોરિયાના ટોચના અધિકારીઓ અને કિમના પરિવારે પણ આ એક્સપરિમેન્ટલ રસી લગાવી છે. 

વોશિંગ્ટનમાં સેન્ટર ફોર ધ નેશનલ ઈન્ટ્રેસ્ટ થિંક ટેન્કમાં નોર્થ કોરિયા એક્સપ્રટ Harry Kazianis એ તેને લઈને 19FortyFive.com વેબસાઈટ પર એક લેખ લખ્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે કિમ જોંગ ઉને રસી મૂકાવી દીધી છે. જો કે એ સ્પષ્ટ થયું નથી કે આ રસી કઈ કંપનીએ ઉપલબ્ધ કરાવી અને તે કેટલી સેફ છે. 

આ રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે ચીને ઉત્તર કોરિયાને આ રસી ઉપલબ્ધ કરાવી છે. યુએસ મેડિકલ સાયન્ટિસ્ટ પીટર જે હોટેજનો હવાલો આપતા હેરીએ કહ્યું કે હાલ ત્રણ ચીની કંપનીઓ કોરના વેક્સિન બનાવી રહી છે. જેમાં સિનોવેક બાયોટેક લિમિટેડ, કેનસિનોબાયો અને સિનોફ્રેમ ગ્રુપના નામ સામેલ છે. 

ઉત્તર કોરિયામાં કોરોનાના દર્દીઓની વાત કરીએ તો તેને લઈને કોઈ આંકડો બહાર પાડવામાં આવ્યો નથી પરંતુ દેશમાં લોકો કોરોનાની સાથે સાથે ભૂખમરાનો પણ ભોગ બની રહ્યા છે. દક્ષિણ કોરિયાની ઈન્ટેલિજન્સ સર્વિસ એનઆઈએસએ કહ્યું કે ઉત્તર કોરિયામાં કોરોનાના કેસ હોવાની વાતને ફગાવી શકાય નહીં કારણ કે ચીનની સાથે દેશનો વેપાર ચાલે છે અને જાન્યુઆરીમાં બોર્ડર બંધ થતા પહેલા લોકો ત્યાંથી આવતા જતા રહ્યા છે.

અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના કેસથી બચવા માટે ઉત્તર કોરિયાએ પોતાની સરહદો બંધ કરી દીધી હતી પરંતુ કહેવાય છે કે કેટલાક  કેસ આવ્યા બાદ અહીં પણ કોવિડ 19ના કેસની સંખ્યા વધી ગઈ છે. 

થોડા સમય પહેલા એક રિપોર્ટમાં કહેવાયું હતું કે ઉત્તર કોરિયામાં કોરોનાના દર્દીઓને એક કેમ્પમાં લઈ જઈને ભૂખથી મરવા માટે છોડી દેવાય છે. અત્રે જણાવવાનું કે દેશની મોટી વસ્તી પહેલા ગરીબીનો સામનો કરી રહી હતી અને હવે કોરોનાથી હાલાત વધુ કથળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news