OMG..ફોટોગ્રાફરે કિમ જોંગનો એવી રીતે ફોટો લીધો કે ગણતરીની ક્ષણોમાં નોકરી ગઈ
ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનના વર્ષો સુધી ફોટો ખેંચનારા તેમના પર્સનલ ફોટોગ્રાફરની નોકરી ગણતરીની ક્ષણોમાં જતી રહી. તેમનાથી એક ભૂલ થઈ ગઈ જેનું તેમણે પરિણામ ભોગવવું પડ્યું. ફોટો ખેંચતી વખતે ભૂલથી તેઓ કેટલીક સેકન્ડ માટે કિમની સામે આવી ગયા.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનના વર્ષો સુધી ફોટો ખેંચનારા તેમના પર્સનલ ફોટોગ્રાફરની નોકરી ગણતરીની ક્ષણોમાં જતી રહી. તેમનાથી એક ભૂલ થઈ ગઈ જેનું તેમણે પરિણામ ભોગવવું પડ્યું. ફોટો ખેંચતી વખતે ભૂલથી તેઓ કેટલીક સેકન્ડ માટે કિમની સામે આવી ગયા. હકીકતમાં વાત એમ છે કે કિમ જોંગ ઉનને એ વાત બિલકુલ ન ગમી કે તેમનો ફોટોગ્રાફર ત્રણ સેકન્ડ માટે તેમની સામે આવીને ઊભો રહી ગયો. ફોટોગ્રાફરની આ હરકતને કથિત રીતે કિમને કચકડે કંડારવાના નિયમોનો ભંગ માનવામાં આવી.
ડેઈલી એનકેના રિપોર્ટમાં પ્યોંગયાંગના સૂત્રોના હવાલે કહેવાયું કે કિમ જોંગ ઉનના 47 વર્ષના ફોટોગ્રાફર અને ફોટો એડિટર કે જેનું ઉપનામ રી છે, કોરિયન આર્ટ ફિલ્મ સ્ટુડિયો સાથે સંકળાયેલા હતાં. તેમને ગત 12 માર્ચના રોજ પાર્ટી અને નોકરીથી કાઢી મૂકવામાં આવ્યાં.
હાલમાં જ હનોઈમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે થયેલી બીજી શિખર વાર્તા દરમિયાન પણ રી, કિમ સાથે પર્સનલ ફોટોગ્રાફર તરીકે ગયા હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ ગત 10 માર્ચના રોજ સુપ્રીમ પીપલ્સ અસેમ્બલી (એસપીએ)ની ચૂંટણી દરમિયાન જ્યારે કિમ મતદાન કરી રહ્યાં હતાં ત્યારે રી તેમની તસવીર ખેંચી રહ્યાં હતાં. આ દરમિયાન કથિત રીતે કિમને ફિલ્માવવા માટે નિર્ધારિત નિયમનો ભંગ થયો. તેમણે નેતાની સામે આવીને એક તસવીર લીધી અને કેમેરાની ફ્લેશે કિમની ગરદનને કવર કરી દીધી.
આ વાત કિમને જરાય ગમી નહીં. તેમણે 47 વર્ષના આ ફોટોગ્રાફરને નોકરીમાંથી તો કાઢી જ મૂક્યો. હકીકતમાં આ તસવીરના કારણે ફોટોગ્રાફર પર બે આરોપ લાગ્યાં. પહેલો એ કે તેણે ફોટોગ્રાફી માટે બનાવવામાં આવેલા બે મીટરના પ્રતિબંધિત ભાગનો ભંગ કર્યો. બીજો એ કે તેણે કિમ સામે આવીને ફોટો અને વીડિયો ન લેવાના નિયમને પણ તોડ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે