ભગવાન રામ પર PM ઓલીના ખોટા દાવાને યોગ્ય સાબિત કરવામાં લાગ્યું નેપાળનો પુરાતત્ત્વ વિભાગ

અયોધ્યા અને ભગવાન રામ (Lord Ram)ને લઇને નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (K P Sharma Oli)ના ખોતા દાવાને યોગ્ય સાબિત કરવા માટે નેપાળનો પુરાતત્ત્વ વિભાગ (DoA) હરકતમાં આવું છે. વિભાગ નેપાળના દક્ષિણમાં સ્થિત થોરી (Thori) ગામમાં ખોદકામ અને સંશોધનની તૈયારી કરી રહ્યું છે. જણાવી દઇએ કે, પીએમ ઓલીએ કહ્યું હતું કે, ઓરિજ્નલ અયોધ્યા ભારતમાં નહીં પરંતુ નેપાળના બીરગંજ જિલ્લાના થોરી ગામમાં છે.
ભગવાન રામ પર PM ઓલીના ખોટા દાવાને યોગ્ય સાબિત કરવામાં લાગ્યું નેપાળનો પુરાતત્ત્વ વિભાગ

કાઠમાંડૂ: અયોધ્યા અને ભગવાન રામ (Lord Ram)ને લઇને નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી (K P Sharma Oli)ના ખોતા દાવાને યોગ્ય સાબિત કરવા માટે નેપાળનો પુરાતત્ત્વ વિભાગ (DoA) હરકતમાં આવું છે. વિભાગ નેપાળના દક્ષિણમાં સ્થિત થોરી (Thori) ગામમાં ખોદકામ અને સંશોધનની તૈયારી કરી રહ્યું છે. જણાવી દઇએ કે, પીએમ ઓલીએ કહ્યું હતું કે, ઓરિજ્નલ અયોધ્યા ભારતમાં નહીં પરંતુ નેપાળના બીરગંજ જિલ્લાના થોરી ગામમાં છે.

ઓલીની આ વાહિયાત થ્યોરીને કારણે ભારે હંગામો થયો અને તેમને તેમના ઘરમાં જ વિરોધનો સામનો કરવો પડ્યો, પરંતુ સરકારી વિભાગ હોવાને કારણે પુરાતત્ત્વ વિભાગ હવે તેને સાબિત કરવાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો છે. માય રિપબ્લિકા (My Republica) અખબારના જણાવ્યા અનુસાર, પુરાતત્ત્વ વિભાગ વિવિધ મંત્રાલયો સાથે આ વિસ્તારમાં ખોદકામ અને શક્ય પુરાતત્ત્વ અભ્યાસ વિશે ચર્ચા કરી રહ્યું છે.

DoAના ડિરેક્ટર જનરલ દામોદર ગૌતમ (Damodar Gautam)એ કહ્યું કે PM ઓલીના નિવેદન પછી, વિભાગ થોરીમાં પુરાતત્ત્વીય અભ્યાસ શરૂ કરવામાં ગંભીર છે. અમે નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું અને ટૂંક સમયમાં કોઈ નિષ્કર્ષ પર પહોંચીશું. તેમણે વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રીના નિવેદન પછી અભ્યાસ કરવાની અમારી જવાબદારી છે. પરંતુ, હું એમ નથી કહી શકતો કે અમારી પાસે તે સાબિત કરવા માટે પૂરતા આધાર છે કે અયોધ્યા નેપાળમાં છે.

ત્યારે વિદેશ મંત્રાલયે પ્રધાનમંત્રી ઓલીના નિવેદન પર સ્પષ્ટતા રજૂ કરી છે. મંત્રાલય દ્વારા મંગળવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રધાનમંત્રી ઓલીની ટિપ્પણી કોઈ રાજકીય વિષય સાથે સંબંધિત નથી અને તે કોઈની લાગણી દુભવવાનો ઈરાદો નથી. પ્રધાનમંત્રીની આ ટિપ્પણી અયોધ્યાના મહત્વ અને તેના સાંસ્કૃતિક મૂલ્યો અંગે ચર્ચા કરવા નહોતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news