નેપાળમાં BJP સરકાર! બિપ્લવ દેવના નિવેદન પર નેપાળે ભારત સામે નોંધાવ્યો વિરોધ
નેપાળના વિદેશ મંત્રીએ ટ્વિટર પર બિપ્લવના નિવેદનની જાણકારી મળવાની વાત કહી છે અને તે પણ કહ્યું કે, તેના પર સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
Trending Photos
કાઠમાંડુઃ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ (Chief Minister Biplob Dev) પોતાના વિવાદિત નિવેદનને કારણે આલોચનાનો શિકાર તો ઘણીવાર થયા છે પરંતુ તેમના હાલના નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તર પર શરમજનક સ્થિતિ ઉભી થઈ છે. હકીકતમાં નેપાળના વિદેશ મંત્રીએ ટ્વિટર પર બિપ્લવના નિવેદનની જાણકારી મળવાની વાત કહી છે અને તે પણ કહ્યું કે, તેના પર સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
બિપ્લવ દેવ (Chief Minister Biplob Dev) એ દાવો કર્યો કે, ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) જ્યારે ભાજપના અધ્યક્ષ હતા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે પાર્ટી પોતાનો વિસ્તાર કરવા ઈચ્છે છે અને નેપાળ તથા શ્રીલંકામાં શાસન માટે યોજના બનાવી રહી છે. ટ્વિટર પર જ્યારે એક યૂઝરે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી અને વિદેશ મંત્રી પ્રદીપ ગ્યાવલીને આ નિવેદનના એક સમાચારને ટેગ કર્યા, તો તેના પર ગ્યાવલીએ જવાબ આપ્યો છે. તેમણે લખ્યું છે- 'નોંધ લેવામાં આવી છે અને સત્તાવાર વિરોધ નોંધ કરાવી દીધો છે.'
શ્રીલંકાએ કર્યું ખંડન
આ પહેલા શ્રીલંકાના ચૂંટણી પંચે પણ આવી સંભાવનાનું ખંડન કર્યું છે. શ્રીલંકાના ચૂંટણી પંચના પ્રમુખ નિમલ પંચીવા (Nimal panchiva) એ ખુદ આગળ આવીને આ પ્રકારની સંભાવનાને નકારી દીધી છે. તેમણે કહ્યું, શ્રીલંકામાં કોઈપણ રાજકીય પાર્ટી વિદેશથી ન આવી શકે.
શું બોલ્યા બિપ્લવ?
બિપ્લવે દાવો કર્યો કે અમિત શાહે રાજ્ય અતિથિ ગૃહમાં કાર્યકર્તાઓની સાથે બેઠકમાં આ વાત કરી હતી. સામાન્ય બજેટની પ્રશંસા કરતા બિપ્લવે કહ્યુ, 'આ આત્મનિર્ભર સાઉથ એશિયા બનવા તરફનું પગલુ છે. ભારતની નીતિ અને એક્શન બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળને આત્મનિર્ભર બનાવવામાં સક્ષમ છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે