PICS ખુબ જ રહસ્યમયી છે આ પથ્થર, પક્ષીની જેમ આપે છે ઈંડુ, વૈજ્ઞાનિકો પણ હેરાન પરેશાન
. ચીનમાં હાલ ઈંડુ આપતો પથ્થર ખુબ ચર્ચામાં છે. પક્ષીને ઈંડુ આપતા તો જોયું પણ કોઈ પથ્થર પણ ઈંડુ આપે ખરા?
Trending Photos
દુનિયામાં અનેક અજુબાઓ જોવા મળે છે. ક્યારેક તો આ જોઈને સ્તબ્ધ થઈ જવાય કે આવું પણ દુનિયામાં છે. કેટલાક અજુબાઓ મનુષ્ય નહીં પરંતુ પ્રકૃતિ કરે છે. આવું જ કઈંક ચીનમાં જોવા મળે છે. ચીનમાં હાલ ઈંડુ આપતો પથ્થર ખુબ ચર્ચામાં છે. પક્ષીને ઈંડુ આપતા તો જોયું પણ કોઈ પથ્થર પણ ઈંડુ આપે ખરા?
ચીનમાં એક એવો પથ્થર છે કે જેનું નામ 'ચન દન યા' છે. જેનો અર્થ ઈંડુ આપતો પથ્થર એવો થાય છે. આ પથ્થરોમાંથી નીકળતા ઈંડાને સ્થાનિક લોકો ખુશીનો પ્રતિક માને છે. આ પથ્થરમાંથી જ્યારે આ ઈંડા જમીન પર પડે છે તો ત્યાંના સ્થાનિક ગ્રામીણો તેને પોતાના ઘરે લઈ જાય છે.
ભૂ વૈજ્ઞાનિકોનું માનીએ તો આ પથ્થર 500 મિલિયન વર્ષ જૂના છે. 30 વર્ષ બાદ આ પથ્થરમાંથી ઈંડા સ્વરૂપે એક બીજો પથ્થર નીકળે છે . વિશેષજ્ઞોના કહેવા મુજબ હવામાન અને પર્યાવરણમાં સમય સમય પર બદલાવ થવાના કારણે આ પથ્થરોનું તાપમાન ક્યારેક ખુબ ઠંડુ થઈ જાય છે જેના કારણે તેની સંરચના અને તત્વોમાં ફેરફાર જોઈ શકાય છે. આ જ કારણે આ પથ્થરમાંથી અનેક પ્રકારની આકૃતિ ઊભરી આવે છે.
જો કે હજુ સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે આ પથ્થરો પર આ એકદમ ઈંડા આકાર અને ચિકણી આકૃતિઓ કેવી રીતે બને છે. પરંતુ આ જે રીતે ઈંડા આકારના પથ્થરો સર્જાય છે તેનાથી વૈજ્ઞાનિકો પોતે પણ ખુબ હેરાન પરેશાન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે