Myanmar: સેનાએ મંદિરમાં કર્યો લાશનો ઢગલો, એક દિવસમાં 82 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

મ્યાનમારમાં તખ્તાપલટ વિરુદ્ધ પ્રદર્શન આક્રમક થઈ રહ્યું છે. તો સેના ગમે તે કરી આ પ્રદર્શનને સમાપ્ત કરવા ઈચ્છે છે. સેના નિર્દોષ લોકો પર ગોળીબાર કરી રહી છે. 
 

Myanmar: સેનાએ મંદિરમાં કર્યો લાશનો ઢગલો, એક દિવસમાં 82 લોકોને મોતને ઘાટ ઉતાર્યા

યાંગૂનઃ તખ્તાપલટ બાદ ખૂંખાર થયેલી મ્યાનમાર (Myanmar) ની સેનાએ દેશની દેશની રાજધાની બાગોમાં લાશોનો ઢગલો કર્યો છે. સુરક્ષાદળોએ એક દિવસમાં પ્રદર્શન કરનાર ઓછામાં ઓછા 82 લોકતંત્ર સમર્થકોને મારી નાખ્યા અને પછી તેની લાશોથી બોદ્ધ મંદિરના એક મેદાનમાં ઉંચો ઢગલો કરી દીધો. 

હજુ વધી શકે છે મોતનો આંકડો
માર્યા ગયેલા પ્રદર્શનકારીઓની સંખ્યા પર નજર રાખનાર આસિસ્ટન્ટ એસોસિએશન ફોર પોલિટિકલ પ્રિઝનર્સ સંગઠન અને સ્થાનીક મીડિયાએ ખબરોમાં દાવો કર્યો કે અત્યાર સુધી 82 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. પરંતુ આ આંકડો વધી શકે છે કારણ કે અન્ય મામલામાં મૃતકોની જાહેરાત બાકી છે. આ પહેલા 14 માર્ચે રાજધાનીથી માત્ર 10 કિલોમીટર દૂર યાંગૂન શહેરમાં સુરક્ષાદળોએ 100થી વધુ લોકોને મારી નાખ્યા હતા. 

મૃતકોની પુષ્ટિ કર્યા બાદ જારી થાય છે આંકડા
રિપોર્ટ અનુસાર આ સંગઠન મૃત્યુ પામનાર અને ધરપકડ કરાયેલા લોકોની દૈનિક સંખ્યા જારી કરે છે. તેના આંકડાને વિશ્વસનીય માનવામાં આવે છે કારણ કે મોતના નવા મામલાને ત્યાં સુધી સામેલ કરવામાં આવતી નથી જ્યાં સુધી તેની પુષ્ટિ થતી નથી. તેની માહિતી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવતી નથી. શરૂઆતી આંકડા 82 લોકોના મોતની પુષ્ટિ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news