VIDEO: સ્પર્ધામાં યુવતીને પૂછાયો સવાલ, H2Oનો અર્થ શું? જવાબ જાણી ચક્કર ખાશો

જો કોઈ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સ્પર્ધક સાવ સામાન્ય સવાલ પર બાઘા મારે તો તમે તેને શું કહેશો.

VIDEO: સ્પર્ધામાં યુવતીને પૂછાયો સવાલ, H2Oનો અર્થ શું? જવાબ જાણી ચક્કર ખાશો

ઢાકા: જો કોઈ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સ્પર્ધક સાવ સામાન્ય સવાલ પર બાઘા મારે તો તમે તેને શું કહેશો. બાંગ્લાદેશમાં એક બ્યુટી કોન્ટેસ્ટ મિસ વર્લ્ડ બાંગ્લાદેશ 2018માં એક સ્પર્ધક યુવતીને ખુબ જ સામાન્ય પ્રશ્ન પૂછાયો. સવાલ હતો H20નો અર્થ શું હોય છે. પરંતુ આ સવાલનો જવાબ આપવામાં યુવતીને ફાંફા પડી ગયા અને તે બાઘા મારવા લાગી. ત્યારબાદ જજે આ સવાલને ફરીથી દોહરાવ્યો. પરંતુ આ બ્યુટી કોન્ટેસ્ટના છેલ્લા પડાવ સુધી પહોંચેલી યુવતી આ સામાન્ય પ્રશ્નનો જવાબ આપી શકી નહી. ત્યારબાદ જજોની પેનલે કહ્યું કે પાણીનો કેમિકલ ફોર્મ્યુલા શું હોય છે. પરંતુ તો પણ કઈ વાત ન બની. યુવતી અને જજ વચ્ચે થયેલી આ વાતચીતનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. 

છેલ્લે જજે પોતે જ યુવતીને જવાબ આપ્યો. કે H2Oનો અર્થ પાણી થાય છે. યુવતીએ પોતાની અજ્ઞાનતાનો બચાવ કરતા કહ્યું કે ઢાકાના ધાનમોડીમાં એક H20 નામની રેસ્ટોરા છે. ત્યારબાદ જજે યુવતીને તેનો ફોર્મ્યુલા સમજાવ્યો. 

જો તમને એમ લાગતું હોય કે આ પ્રકારની ભૂલ કોઈ બ્યુટી કોન્ટેસ્ટમાં પહેલીવાર થઈ છે તો તમે ખોટું વિચારો છો. વર્ષ 2000માં પ્રિયંકા ચોપરાએ પણ મિસ વર્લ્ડ સ્પર્ધામાં એક મોટી ભૂલ કરી હતી. 

પ્રિયંકાને મિસ વર્લ્ડના મંચ પર પ્રશ્ન પૂછાયો હતો કે તમને શું લાગે છે હાલ દુનિયામાં સૌથી સફળ મહિલા કોણ છે. તો પ્રિયંકા ચોપરાએ જવાબ આપ્યો હતો મધર ટેરેસા. પ્રિયંકાને અંદાજો નહતો કે મધર ટેરેસાનું મૃત્યું 1997માં થઈ ગયું છે. પ્રિયંકાને આ પ્રશ્ન પૂછાયો હતો 2000માં. જો કે તેના આ જવાબ પર ખુબ તાળીઓ પણ પડી હતી. ચોંકાવનારી વાત એ હતી કે મંચ પર હાજર સવાલ પૂછનાર વ્યક્તિએ પણ આ ભૂલ પ્રત્યે પ્રિયંકાનું ધ્યાન ન દોર્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news