Imran Khan ના નવા પાકિસ્તાનમાં મોટાભાગના હિન્દુ ધાર્મિક સ્થળોની સ્થિતિ ખુબ ખરાબ

Pakistan Hindu Sites Decay: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને દેશને રિયાસત-એ-મદીના બનાવવાનું વચન આપ્યુ હતું. ઇમરાન ખાનના નવા પાકિસ્તાનમાં હિન્દુ ધાર્મિક સ્થળોની સ્થિતિ ખુબ ખરાબ છે. 
 

Imran Khan ના નવા પાકિસ્તાનમાં મોટાભાગના હિન્દુ ધાર્મિક સ્થળોની સ્થિતિ ખુબ ખરાબ

ઇસ્લામાબાદઃ ઇમરાન ખાન (Imran Khan) ના 'નવા પાકિસ્તાન'માં અલ્પસંખ્યક હિન્દુ સમુદાયના મોટા ભાગના ધાર્મિક સ્થળ (Place of worship) ખરાબ સ્થિતિમાં છે અને જાળવણી માટે જવાબદાર બોર્ડ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યુ છે. હાલમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. 'ધ ડોન'ના સમાચાર અનુસાર એક સભ્ય આયોગ દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ પાંચ ફેબ્રુઆરીએ સર્વોચ્ચ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો, જેમાં દેશમાં સમુદાયના મોટાભાગના ધાર્મિક સ્થળોની સ્તિથિ ખંઢેર જેવી ગણાવવામાં આવી છે. 

રિપોર્ટમાં તે ઉલ્લેખ કરવામાં આવ્યો કે, આ સ્થળોની જાળવણી માટે જવાબદાર ઇવૈક્વી ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETBP) અલ્પસંખ્યક સમુદાયના મોટાભાગના પ્રાચીન તથા પવિત્ર સ્થળોને જાળવણી કરવામાં નિષ્ફળ રહ્યું છે. સમાચારમાં કહેવામાં આવ્યું કે, સર્વોચ્ચ ન્યાયાલયના ડોક્ટર શોએબ સડલે એક સભ્યના આયોગની રચના કરી હતી તેમાં ત્રણ સહાયક સભ્યો ડોક્ટર રમેશ વંકવાની, સાકિબ જિલાની અને પાકિસ્તાનના એટોર્ની જનરલ સામેલ હતા. 

સ્થિતિ સુધારવા માટે સંયુક્ત પ્રસાયોની જરૂર
તેમણે આયોગની વાસ્તવિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઉપ એટોર્ની જનરલ નોમિનેટ કરવામાં આવ્યા હતા. આયોગના સભ્યોએ છ જાન્યુઆરીએ ચકવાલમાં કટાસ રાજ મંદિર અને સાત જાન્યુઆરીએ મુલ્તાનમાં પ્રહ્લાદ મંદિરનો પ્રવાસ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ટેર્રી મંદિર (કરક), કટાસ રાજ મંદિર (ચકવાલ), પ્રહ્લાદ મંદિર (મુલ્તાન) અને હિંગલાજ મંદિર (લસબેલા) ની સ્થિતિ સુધારવા માટે સંયુક્ત પ્રયાસોની જરૂર છે. 

રિપોર્ટમાં હિન્દુ (hindu) અને શીખ સમુદાયથી સંબંધિત પવિત્ર સ્થળોના પુનર્વાસ માટે એક કાર્યસમૂહ બનાવવા માટે ઈટીપીબી અધિનિયમમાં સંશોધન કરવાની સૂચન કરવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં સર્વોચ્ચ ન્યાયાલયને વિનંતી કરવામાં આવી છે કે તે ઈટીપીબીને નિર્દેશ આપે કે તે જાળવણી ટેર્રી મંદિર-સમાધાના પુનર્નિમાણમાં ભાગ લે અને સમય-સમય પર સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્દેશોના પાલન માટે ખૈબર પખ્તૂનખ્વા સરકારની સાથે સહયોગ કરે. 

હિન્દુ સમુદાયના નેતાઓએ મંદિર પર હુમલાની નિંદા કરી
ડિસેમ્બરમાં, ખૈબર પખ્તૂનખ્વાના કરક જિલ્લામાં ટેર્રી ગામમાં કટ્ટરપંથી જમીયત ઉલેમા-એ-ઇસ્લામ પાર્ટીના સભ્યોએ એક મંદિરમાં આગ લગાવી દીધી હતી. માનવાધિકાર કાર્યકર્તાઓ અને અલ્પસંખ્યક હિન્દુ સમુદાયના નેતાઓએ મંદિર પર હુમલાની નિંદા કરી હતી, ત્યારબાદ સર્વોચ્ચ ન્યાયાલયે તેના પુનર્નિમાણનો આદેશ આપ્યો હતો. 

સર્વોચ્ચ ન્યાયાલયે પાંચ જાન્યુઆરીએ પોતાના આદેશમાં ઈટીપીબીને નિર્દેશ આપ્યો હતો કે તે પાકિસ્તાનમાં તે બધા મંદિરો, ગુરૂદ્વારા અને અન્ય ધાર્મિક સ્થળોનો વિસ્તૃત રિપોર્ટ પ્રસ્તુત કરે જે તેના હેઠળ આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, ઈટીપીબી પત્ર અનુસાર તે 365 મંદિરોમાંથી માત્ર 13નું મેનેજમેન્ટ જોઈ રહ્યું છે, જ્યારે 65 ધાર્મિક સ્થળોની જવાબદારી હિન્દુ સમુદાયની છે. જ્યારે બાકીના 287 સ્થળ ભૂમાફિયાઓના કબજામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news