Pakistan First Hindu Woman DSP: પાકિસ્તાનમાં હિન્દુ ગર્લનો ડંકો, માત્ર 26 વર્ષે બની પહેલી હિન્દુ મહિલા DSP

Pakistan First Hindu Woman DSP: પાકિસ્તાનની મનીષા રોપેટા તેમના દેશમાં ડીસીપી એટલે કે નાયબ પોલીસ અધિક્ષક બનનાર પહેલી હિન્દુ મહિલા બની છે. પરંતુ તેમની આ યાત્રા એટલી પણ સરળ ન હતી. તેમનું કહેવું છે કે આ પદ સુધી પહોંચવા માટે તેમણે તેમના સંબંધીઓને ખોટા સાબિત કર્યા, સમાજ અને પરિવારના વિચારો તોડ્યા. તેમણે તેમનું પોલીસ સર્વિસ જોઇન કરવાનું કારણ પણ જણાવ્યું.

Pakistan First Hindu Woman DSP: પાકિસ્તાનમાં હિન્દુ ગર્લનો ડંકો, માત્ર 26 વર્ષે બની પહેલી હિન્દુ મહિલા DSP

Pakistan First Hindu Woman DSP: પાકિસ્તાનમાં મનીષા રોપેટાએ તે કરી દેખાળ્યું છે, જે ઘણું અલગ છે. સિવિલ સર્વિસ એક્ઝામ પાસ કર્યા બાદ મનીષા દેશની પહલી હિન્દુ મહિલા ડીએસપી બનવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી ચુકી છે. જોકે, તેમની આ યાત્રા એકદમ સરળ ન હતી. ત્યાં સુધી પહોંચાવા માટે તેમણે ના માત્ર તેમના સંબંધીઓને ખોટા સાબિત કર્યા, પરંતુ સમાજની સારા ઘરની મહિલાઓ પોલીસ સેવામાં જતી નથી, એવી વિચારસરણી સાથે લડવું પડ્યું.

આ રીતે મુકામ પર પહોંચી મનીષા
મનીષા રોપેટાની ઉંમર 26 વર્ષ છે. તેમણે ગત વર્ષ જ સિંધ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી હતી અને હાલ ટ્રેનિંગ ચાલી રહી છે. પરીક્ષામાં સફળ 152 લોકોના મેરિટમાં તેમનું સ્થાન 16 મું રહ્યું. તેમને જલ્દી ક્રાઈમ માટે કુખ્યાત લ્યારી વિસ્તારના ડીએસપી તરીકે તૈનાત કરવામાં આવશે. આ કરનાર તેઓ દેશની પહેલી હિન્દુ મહિલા છે.

આ કારણે મનીષાએ જોઇન કરી પોલીસ સર્વિસ
સિંધ પ્રાંતના જૈકબાબાદથી આવતી મનીષા રોપેટાએ આ મુકામ પ્રાપ્ત કરવા માટે ઘણા પડકારોનો સામનો કર્યો. સૌથી મોટો પડકાર સમાજની વિચારસરણી હતી. મનીષા રોપેટાનું કહેવું છે કે બાળપણથી લઇને જવાની સુધી મેં અને મારી બહેનોએ અહીં જૂની વ્યવસ્થા જોઇ છે. જો કોઈ છોકરીને ભણવું છે અથવા શિક્ષિત થયું છે, તો તે માત્ર ડોક્ટર અથવા ટીચર જ બની શકે છે.

મનીષાનું કહેવું છે કે મધ્યમ વર્ગીય પરિવારથી હોવાને કારણે તેમને હંમેશા સાંભળવું જ પડ્યું કે, સારા પરિવારની છોકરીઓ પોલીસમાં જતી નથી અથવા તેમને જિલ્લા કોર્ટમાં કામ કરવું જોઇએ નહીં. તેઓ આ વિચારસરણીને તોડવા માંગતી હતી. આપણા સમાજમાં મહિલાઓને સૌથી વધારે દબાવવામાં આવે છે અને ઘણા ગુનાઓમાં તેમને ટાર્ગેટ બનાવવામાં આવે છે. હું પોલીસ સેવામાં એટલા માટે આવી છું કેમ કે મને લાગે છે કે આપણા સમાજમાં 'મહિલા રક્ષકો'ની જરૂરિયાત છે.

પડકારો માટે તૈયાર છે મનીષા
મનીષા રોપેટાએ સમાચાર એજન્સી પીટીઆઇ સાથે વાત કરતા કહ્યું કે, તેમને હવે ઘણું સારુ લાગે છે કે તેમણે તેમના તમામ સંબંધીઓને ખોટા સાબિત કર્યા છે. તે હવે નવા પડકારો માટે તૈયાર છે. તે મહિલાઓની રક્ષક બનશે. તેઓ આ પિતૃસત્તાક સમાજમાં લૈંગિક સમાનતા અને નારીવાદને પ્રોત્સાહિત કરવા માટે કામ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news